<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ગુજરાત ATSનો સપાટો : બોગસ વિઝા બનાવનારા ગાંધીનગર અને અમદાવાદના ચાર લોકોની ધરપકડ

અરજદારો પાસેથી રૂપિયા 41 લાખની રકમ લઈ બોગસ વિઝા બનાવી આપ્યા હતા.અરજદારોએ લગઝમબર્ગની એમ્બેસીમાં વિઝાની ખરાઈ કરતાં વિઝા બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો

ગુજરાત ATS એ  બોગસ વિઝા બનાવી આપતા 4 આરોપીની ધરપકડ કરી છે. ગાંધીનગર અને અમદાવાદના ચાર લોકોની  ધરપકડ કરવામાં આવી છે. મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર , મનિષ ઉર્ફે કુમાર પટેલ અને તબરેજ ગુલામ રસુલ કાશ્મીરીની ધરપકડ કરવામાં આવી છે. અરજદારો પાસેથી રૂપિયા 41 લાખની રકમ લઈ બોગસ વિઝા બનાવી આપ્યા હતા.અરજદારોએ લગઝમબર્ગની એમ્બેસીમાં વિઝાની ખરાઈ કરતાં વિઝા બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો

આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત ATSએ બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ATSએ આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જે યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં મયંકર ભારદ્વાજ, મનીષ પટેલ, તેજેન્દ્ર ગજ્જર અને તબરેજ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ ગેંગે મુખ્યત્વે લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવીને 43 જેટલા લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દરેક વ્યક્તિ પાસેથી 8થી 10 લાખ રૂપિયા વસૂલતા હતા.

ગુજરાત ATSએ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઝડતી બાદ અન્ય બોગસ વિઝા કૌભાંડોનો પણ પર્દાફાશ થવાની શક્યતા છે.

(8:35 PM IST)