<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

કર્ણાટકના મૈસૂરમાં 45 લાખની ચાંદીની લૂંટ કરનારા 4 આરોપીઓને ડીસાથી ઝડપી લેવાયા

બે આરોપી ડીસાના અને બે આરોપી કર્ણાટકના એમ પોલીસે ચાર આરોપીઓની ડીસા ખાતેથી ધરપકડ કરી

બનાસકાંઠાના પાલનપુર પોલીસે, 45 લાખથી વધુની ચાંદીની લૂંટના આરોપીઓને પકડી પાડ્યા છે. બનાસકાંઠાના ચાર આરોપીઓએ કર્ણાટકના મૈસુરમાં 45 લાખથી વધુની ચાંદીની ચલાવી હતી લૂંટ. મૈસુરમાં સિક્યુરિટીને રિવોલ્વર બતાવી અને ચાર ઈસમોએ ચાંદીની ફેક્ટરીમાંથી ચાંદીની લૂંટ ચલાવી હતી. બે આરોપી ડીસાના અને બે આરોપી કર્ણાટકના એમ પોલીસે ચાર આરોપીઓની ડીસા ખાતેથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગાડી, પિસ્તોલ, મેગેઝીન અને 30,000 રોકડા જપ્ત કર્યા છે. જ્યારે આરોપીઓને પાલનપુર પોલીસે કર્ણાટક પોલીસને સોંપ્યા હતા 

(8:38 PM IST)