<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

ખેરાલુ-સતલાસણા હાઈવે પર ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત

બેફામ ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારીને તેને લગભગ 30 ફૂટ સુધી ઘસડ્યો ; કાદરપુરના સાંઈબાબા મંદિર નજીક ગમખ્વાર અકસ્માત

મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. કાદરપુરના સાંઈબાબા મંદિર નજીક આ ઘટના બની હતી. જેમાં એક ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લઈને લગભગ 30 ફૂટથી વધુ ઘસડ્યો હતો. આ ઘટનામાં એક બેફામ ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારીને તેને લગભગ 30 ફૂટ સુધી ઘસડ્યો હતો

    આ ગંભીર અકસ્માતને કારણે બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વધુ કરુણતાની વાત એ હતી કે અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ડમ્પર લઈને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 

 

પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા  

(12:46 AM IST)