<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

૩ વર્ષમાં ૧૩૫ શહેરોમાં ૨ લાખ મકાનો બનાવાશે

ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવાની યોજના જાહેર કરી : ગરીબ અને મધ્‍યમ વર્ગને સસ્‍તા ઘર પુરા પાડવાનો હેતુ

અમદાવાદ, તા.૧૧: જો તમને મકાન ખરીદવાની કે મકાન બાંધવાની ચિંતા સતાવી રહી હોય તો આ ચિંતા હવે દૂર થઇ જશે કેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા ૩ વર્ષમાં ગુજરાતમાં ૨ લાખ નવા મકાનો બનાવાશે. જેના માટે આખા રાજ્‍યમાંથી અત્‍યાર સુધીમાં ૭૪ હજારથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી ૧૩૫ શહેરોમાં ૨૧ હજારથી વધુ મકાનો બનાવવાની મંજુરી મળી ગઈ છે ચાલુ વર્ષમાં જો તમને મકાન ખરીદવાની કે મકાન બાંધવાની ચિંતા સતાવી રહી હોય તો આ ચિંતા હવે દૂર થઇ જશે કેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા ૩ વર્ષમાં ગુજરાતમાં ૨ લાખ નવા મકાનો બનાવાશે. જેના માટે આખા રાજ્‍યમાંથી અત્‍યાર સુધીમાં ૭૪ હજારથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી ૧૩૫ શહેરોમાં ૨૧ હજારથી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ગઇ છે. ચાલુ વર્ષમાં જ ૪૨ હજારથી વધુ અરજીઓ મંજૂર કરવાનો સરકારનો ટાર્ગેટ છે. આ વખતે જમીન અને જરૂરિયાતવાળા લોકો પર ફોકસ કરવામાં આવ્‍યું છે.

સરકાર કેવા પ્રકારના મકાનો બનાવશે? આ મકાન મેળવવા માટે કેવી રીતે અરજી કરવી? શું ડોકયુમેન્‍ટ્‍સ જોઇશે? આ તમામ માહિતી સૌથી પહેલાં દિવ્‍ય ભાસ્‍કર તમને આપવા જઇ રહ્યું છે. કયા શહેરમાં કેટલા મકાન બનાવવાની મંજૂરી મળી છે તેનું લિસ્‍ટ પણ અહીં તમને જોવા મળશે.

શહેરોમાં વસતિ વધતા મકાનોની માંગમાં પણ વધારો થયો છે. જેને ધ્‍યાનમાં રાખીને કેન્‍દ્ર સરકારે લોકોને પોસાય તેવા ભાવે ઘર મળી રહે તેમજ સ્‍થળાંતર કરીને આવેલા લોકોને સસ્‍તા ભાડાથી મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ શરૂ કરી છે. જેને ટૂંકમાં PMAY-U ૨.૦ કહેવાય છે.

ડિમાન્‍ડ પ્રમાણે આવાસો બનાવાશે

PMAY-U ૧.૦ યોજનાનો આખા ગુજરાતમાં અમલ કરાયો હતો. જેમાં ૯ લાખ કરતાં વધુ આવાસો મંજૂર કરાયા હતા. તે આવાસોનું નિર્માણ પણ થઇ ગયું છે. તે જ રીતે PMAY-U ૨.૦ લોન્‍ચ થઇ છે. જેમાં ડિમાન્‍ડ પ્રમાણે આવાસો ઊભા કરવામાં આવશે એટલે કે ડિમાન્‍ડ પ્રમાણે પ્‍લાનિંગ કર્યા બાદ મકાનો બનાવવામાં આવશે. આખા ગુજરાતના તમામ શહેરોમાં મકાનો બને તેવો પ્રયાસ છે.

ગુજરાતમાં ચારેય પ્રકારના મકાનોને મંજૂરી મળી

આ યોજનામાં કુલ ૪ પ્રકારના મકાનો બનાવાશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્‍ય છે જ્‍યાં ચારેય પ્રકારના મકાનોને મંજૂરી મળી છે. આ વર્ષે સબસિડીની રકમમાં પણ ૫૦ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે.

ઓનલાઇન અરજી કરવા પોર્ટલ બનાવ્‍યું

આ યોજનાનો લાભ લેવા માટે પહેલાં લોકોના ઘરે ઘરે જઇને અરજી ભરાવવામાં આવતી હતી પણ હવે કેન્‍દ્ર સરકારે યુનિક પોર્ટલ બનાવ્‍યું છે. જેમાં લાભાર્થી પોતે જ ઓનલાઇન અરજી કરી શકે છે.

આ પોર્ટલની લીંક નીચે આપી છે

http://pmaymis.gov.in/PMAYMIS2_2024 /PmayDefault.aspx

જેમાં ગયા બાદ એપ્‍લાય ફોર PMAY-U ૨.૦ માંથી ઓનલાઇન અરજી કરી શકાશે.

૧૩૫ શહેરોમાં ૨૧ હજારથી વધુ મકાનોને મંજૂરી

અત્‍યાર સુધીમાં ૭૪,૯૫૫ અરજીઓ આવી ગઇ છે.

અરજી સાથે રજૂ કરાયેલા દસ્‍તાવેજોની તપાસ કર્યા બાદ ૨૧ હજારથી વધુ અરજીઓ મંજૂર થઇ ગઇ છે અને માર્ચ-૨૦૨૬ સુધીમાં ૪૨ હજાર અરજી મંજૂર કરાશે. જેના ભાગરૂપે જ કોર્પોરેશન, નગરપાલિકા, શહેરી વિસ્‍તાર વિકાસ સત્તામંડળો અને ગુજરાત હાઉસિંગ બોર્ડને લક્ષ્યાંક અપાયો છે.

૧૩૫ શહેરોમાં ૨૧ હજારથી વધુ મકાનોને મંજૂરી અત્‍યાર સુધીમાં ૭૪,૯૫૫ અરજીઓ આવી ગઇ છે.

અરજી સાથે રજૂ કરાયેલા દસ્‍તાવેજોની તપાસ કર્યા બાદ ૨૧ હજારથી વધુ અરજીઓ મંજૂર થઇ ગઇ છે અને માર્ચ-૨૦૨૬ સુધીમાં ૪૨ હજાર અરજી મંજૂર કરાશે.

જેના ભાગરૂપે જ કોર્પોરેશન, નગરપાલિકા, શહેરી વિસ્‍તાર વિકાસ સત્તામંડળો અને ગુજરાત હાઉસિંગ બોર્ડને લક્ષ્યાંક અપાયો છે.

આ લોકોને મકાન મળશે

છેલ્લાં ૨૦ વર્ષમાં કેન્‍દ્ર કે રાજ્‍ય સરકારની કોઇપણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોય તેવા લોકોને લાભ મળશે. જેની પાસે પોતાનું પાક્કું મકાન ન હોય, શહેરમાં રહેતા અને આર્થિક રીતે નબળા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે. ઓછી અને મધ્‍યમ આવક ધરાવતા કટંબોને પણ લાભ મળશે.

આ લોકોને મકાન મળશે : છેલ્લાં ૨૦ વર્ષમાં કેન્‍દ્ર કે રાજ્‍ય સરકારની કોઇપણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોય તેવા લોકોને લાભ મળશે. જેની પાસે પોતાનું પાક્કું મકાન ન હોય, શહેરમાં રહેતા અને આર્થિક રીતે નબળા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે. ઓછી અને મધ્‍યમ આવક ધરાવતા કુટુંબોને પણ લાભ મળશે. કેન્‍દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ કુટુંબ તરીકે પતિ-પત્‍ની અને અપરીણિત બાળકો તથા વિધવા, એકલી રહેતી મહિલા, ટ્રાન્‍સજેન્‍ડર્સનો સમાવેશ થશે.(૨૩.૧૨)

(10:53 AM IST)