News of Monday, 11th August 2025
ગુજરાતમાં વરસાદી હેલી સર્જાશે
૧પ ઓગષ્ટ બાદ : બંગાળની ખાડીમાં મજબુત થઇ આ ડીપ્રેશન સિસ્ટમ અરબ સાગરમાં ર૦ તારીખ સુધીમાં પ્રવેશશેઃ દેશના પૂર્વથી પヘમિ સુધીના મધ્ય ભાગમાં આ સિસ્ટમ વરસાદી કહેર, મહેર સ્વરૂપે તરબોળ કરશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૧: અન્ય સંસ્થાઓને બદલે મેટ્રોલોનિકસ ડીપાર્ટમેન્ટ અર્થાત ભારતીય હવામાન વિભાગ - આઇ.એમ.ડી.ના લોંગ ફોરકાસ્ટ મોડેલ મેપ્સનો જ આધાર લઇએ તો, દેશમાં ૧પ મી ઓગષ્ટ ના રાષ્ટ્રીય પર્વ બાદ જે રીતે ચોમાસુ વેગવાન બનવાનું છે તે સંભાવનાને આ મોડેલ મેપ્સ દ્વારા નીહાળીએ તો, થાઇલેન્ડ-મ્યાનમાર થી આવી ને બંગાળની ખાડીમાં આ ભારે વરસાદી સિસ્ટમ પ્રવેશ કરશે જયાં તે ડીપ્રેશન કે પછી ડીપ ડીપ્રેશન જેટલી મજબુત બની ને પヘમિ બંગાળ રાજયની આસપાસ થી દેશમાં પ્રવેશી મધ્યપ્રદેશ સુધી તેનું તાંડવ રચશે. બાદમાં આ સિસ્ટમ નો ટ્રેક ગુજરાત તરફ હોઇ, આ સિસ્ટમ સૌરાષ્ટના કાંઠાળ વિસ્તારોને આવરી લઇ અરબ સાગરમાં ર૦ ઓગષ્ટ સુધીમાં પ્રવેશશે. આમ આ મજબૂત સિસ્ટમ દેશના મધ્યભાગના પૂર્વથી પヘમિ સુધીના પટ્ટાને ૧પ થી ર૦ તારીખ સુધીમાં કહેર કે મહેર સ્વરૂપે ધમરોળશે. એ પણ સંભાવના નકારી શકાતી નથી કે અરબ સાગરમાં પ્રવેશી આ સિસ્ટમ ઉર્જા મેળવી વધુ તાકતવાર પણ બને અને ગુજરાતને સપ્તાહ સુધી, ખાસ કરી ગુજરાત રીઝન તથા સૌરાષ્ટ્રને હેલી સ્વરૂપે ધમરોળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જળ હોનારત ઓગષ્ટ માસમાં જ ૧૯૭૯ માં સર્જાઇ હતી.(૬.૩)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
