News of Monday, 11th August 2025
વડોદરા દેશનું બીજા નંબરનું સલામત શહેર તરીકે જાહેર
એક સમયે જે શહેરના સીપી રાતોરાત બદલવા પડેલ, ib નો સ્ફોટક રિપોર્ટ આજે પણ સ્ટેટ ib રેકોર્ડમાં છે, તે શહેરની આવી અભૂતપૂર્વ સિદ્ધિથી શુભેચ્છકો સાથે હર્ષ સંઘવી હર્ષથી ઊછળી પડયા છે : અદભુત સિદ્ધિ જેમના નેતૃત્વને કારણે મળી તેવા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર આ સિદ્ધિ રાજ્ય સરકારનો સહયોગ, સાથી અધિકારી અને પોલીસ સ્ટાફની રાત દિવસની જહેમત અને ઈશ્વરની કળપાનું શ્રાવણ માસનું ફળ ગણાવે છે : PCB/ SOG/ DCB સહિત તમામ પોલીસ મથકો સક્રિય છેઃ અન્ય અધિકારીઓ પણ મહેનતું, ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને ડીસીપી હરપાલસિંહ રાઠોડ સહિતની ટીમની કામગીરી કાબીલે દાદ છે

રાજકોટ, તા. ૧૧: ઇન્ટરનેશનલ લેવલે જેમનું નામ ખૂબ પ્રતિષ્ઠિત છે તેવી વૈશ્વિક લેવલની સંસ્થા નિમ્બિયો દ્વારા જે શહેરનું સંચાલન ખૂબ મુશ્કેલીભર્યું ગણાય છે તેવા વડોદરા શહેરને ભારતનું બીજા નંબરનું સલામત શહેર જાહેર કરતા વડોદરાના સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવવા સાથે સ્વચ્છ છબી ધરાવતા પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર પર દેશભરમાંથી અભિનંદન અનરાધાર વર્ષી રહ્યા છે.
અત્રે એ યાદ રહે કે આજના સાયબર યુગમાં અપરાધીને પકડવા પોલીસ ખુબ ટેકનો સેવી બને તે માટે તેઓએ ગુજરાતના લો એન્ડ ઓર્ડર હેડ તરીકે રાજ્યના મહત્વના શહેર જિલ્લા અને તેની ગુનાખોરીનો સર્વે કરાવેલ. અને આ શહેર જિલ્લાના મહત્વના સ્થળો ઓળખી કાઢી તે સ્થળો ઉપર આધુનિક સીસીટીવી લગાડવેલ. આ પ્રોજેક્ટ એટલે વિશ્વાસ પ્રોજેકટ, જેની નોંધ કેન્દ્રીય મંત્રી અમીતભાઈ શાહ દ્વારા ગૌરવપૂર્વક લેવાઇ હતી. કેન્દ્ર દ્વારા આ પ્રોજેક્ટને એવોર્ડ પણ મળેલ. વડોદરા કોમી રીતે ખૂબ સંવેદનશીલ વિસ્તાર હોવાનો આઇબી રિપોર્ટ આજે પણ આઇબી રેકોર્ડમાં છે. એક યુગમાં અહીં વરઘોડા દરમિયાન પરિસ્થિતિ તંગ થતા તત્કાલીન પોલીસ કમિશનરને રાતોરાત દૂર કરી રજા પર રહેલા જેતે સમયના સિનિયર અને કડક હાથે કામ લેવા માટે જાણીતા સ્વ. પ્રભાતકુમાર દત્તા અર્થાત પી.કે. દત્તાને પોલીસ કમિશનરનો ચાર્જ આપવામાં આવેલ.આ એક જ દ્રષ્ટાંત આ શહેરનું સંચાલન કેટલું ટફ છે તે જાણવા પૂરતું છે.
આવા શહેરને કંટ્રોલ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે ખૂબ મહેનતુ એવા આઇપીએસ નરસિંહમાં કોમાર પર ઉતારેલ પસંદગી સાર્થક ઠરી છે.
વડોદરા પોલીસની તમામ ટીમો PCB/ ડીસીબી/sog સાથે પોલીસ મથકો પણ ખૂબ સક્રિય છે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના વડા લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, હરપાલસિંહ રાઠોડ સહિતની ટીમ વિશેષ સક્રિય છે.
આવી જ્વલંત અને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવનાર પોલીસ કમિશ્રર નરસિંહમાં કોમારે રાજ્ય સરકારનો ભરપૂર સહયોગ, સાથી અધિકારીઓનું સંકલન, પોલીસ સ્ટાફની જહેમત, ઈશ્વરના આશીર્વાદ અને શુભેચ્છકોની શુભેચ્છાઓ આવું અદભુત પરિમાણ લાવવા મહત્વનું પરિબળ હોવાનું નિખાલસતાપૂર્વક જણાવેલ. ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી પણ વડોદરા શહેરના કલ્પના બહારના પરિણામે ખૂબ શુભેચ્છાઓ વડોદરા સીપી અને સ્ટાફને પાઠવી , ટ્વીટર મારફત હર્ષ વ્યક્ત કર્યો છે
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
