<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

દંતયજ્ઞ કેમ્‍પના ડોકટરોનું સન્‍માન

પૂ. ધીરગુરૂદેવના અનુગ્રહથી આયોજીત દંતયજ્ઞ-બત્રીસી વિતરણ કેમ્‍પને બહોળો પ્રતિસાદ

 

રાજકોટઃ  શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી ર૦રપ ના વર્ષમાં સૌરાષ્‍ટ્રના ગામે ગામ આયુર્વેદિક પધ્‍ધતિ-જાલંધર બ઼ધ યોગથી ઇજેકશન વગર દાંતની સારવાર દાંત કાઢવા તેમજ જરૂરીયાતમંદોને દાંતની બત્રીસી વિનામૂલ્‍યે અર્પણ કરવાનું કાર્ય ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્‍ટના ડો. જયસુખ મકવાણા, મોનીકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ વગેરે ટીમ કરી રહેલ છે. જેનો ગામે ગામથી અનેરો અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહેલ છે.

અમદાવાદ-બોપલમાં તા. ૧૦ના દંતયજ્ઞ કેમ્‍પના ડોકટરોનું સન્‍માન તારદેવ-મુંબઇ ના પ્રમુખ નેમચંદ છેડાના હસ્‍તે કરાયું હતું. જાન્‍યુઆરીથી આજસુધીમાં જશાપર, કાટકોલા, કલ્‍યાણપુર, ધોરાજી, ઉપલેટા, ટંકારા, લાઠી, મોરબી, ધંધુકા, પાળિયાદ, સાવરકુંડલા, વીરપર, વીંછીયા, ધ્રોલ, જામનગર, વૈશાલીનગર, રૈયાહિલ, બોપલ, જામજોધપુર, વડીયા વગેરે તેમજ હવે ગોંડલ, જુનાગઢ, માંગરોળ, મેંદરડા, પડધરી, બોટાદ, લાલપુર, વાંકાનેર, ખંભાળીયા, પોરબંદર, વડાલ, જેતપુર, અમરેલી, બગસરા, કાલાવડ વગેરે ગામમાં યોજાશે.

જે કોઇ દાતા બત્રીસી વિતરણમાં લાભ લેવા ઇચ્‍છુક હોય તેઓ એક બત્રીસીના રૂ. ર૦૦૦ ના ગુણાંકમાં ગમે તેટલી બત્રીસીનો લાભ લઇ શકશે. જે માટે મો. ૯૯૭૯ર ૩ર૩પ૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(1:13 PM IST)