News of Monday, 11th August 2025
ચાર બાળકો પેદા કરો એવુ ક્યારેય ના થાય: સમાજમાં દિકરા-દિકરીઓને મફત શિક્ષણ મળે તેની ચિંતા જરૂરી
બિન અનામત આયોગના ચેરમેન નથી બનાવી શક્યા તેની ચિંતા કરવાની જરૂર: અમદાવાદમાં પાટીદાર સંસ્થાના અગ્રણી આર પી પટેલના વિવાદાસ્પદ નિવેદન પર પાટીદાર મહિલા અગ્રણી ગીતાબેન પટેલે પ્રત્યુતર આપ્યો

અમદાવાદમાં પાટીદાર સંસ્થાના અગ્રણી આર પી પટેલના વિવાદાસ્પદ નિવેદન પર પાટીદાર મહિલા અગ્રણી ગીતાબેન પટેલે પ્રત્યુતર આપ્યો છે. રાજકીય તાકાત વધારવા ચાર બાળકો પેદા કરો એવુ ક્યારેય ના થાય. આર પી પટેલ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું સહેલું હોય. ગામડામાં રહેતા અને ત્રણથી ચાર વિઘા જમીન ધરાવતા પરિવારને ચાર બાળકો કઇ રીતે પોષાય તેવો પ્રશ્ન તેમણે કર્યો છે.
આર પી પટેલને સરકાર તરફથી ડર છે કે રાજકીય તાકાત ઘટશે, રાજકીય તાકાત વધારવા ચાર બાળકો પેદા કરો એવુ ક્યારેય ના થાય. આપણે બિન અનામત આયોગના ચેરમેન નથી બનાવી શક્યા તેની ચિંતા કરવાની જરૂર છે. સમાજમાં દિકરા-દિકરીઓને મફત શિક્ષણ મળે તેની ચિંતા જરૂરી છે. ત્રણ થી ચાર બાળકો પેદા કરવા એ મંચ પરથી બોલવું સહેલું છે. તમે એ મહિલાનો વિચાર કર્યો છે કે તે ચાર સંતાનને કઇ રીતે જન્મ આપશે ? આજથી 20 વર્ષ બાદ અભ્યાસ, રોજગાર અને બીજા ખર્ચા કેટલા હશે તે કલ્પના મુશ્કેલ
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
