<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

નવસારી પોલીસે લૂંટ ધાડ અને તફડંચી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ચીકલીગર ગેંગના ચાર આરોપીની કરી ધરપકડ

ચારેય આરોપીઓ વિરુદ્ધ કુલ 50 જેટલા ગુનાઓ નોંધાયેલા:આરોપીઓ પાસેથી એક બાઈક અને સોના ચાંદીના ઘરેણાનો મુદ્દામાલ જપ્ત

નવસારી :રાજ્યમાં ચીકલીગર ગેંગના વધતા આરોપો વચ્ચે નવસારી પોલીસે દક્ષિણ ગુજરાતમાં લૂંટ સહિતના અનેક ગુનાના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચીખલી ઘર ગેંગના ચારેય આરોપીઓ વિરુદ્ધ કુલ 50 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 

નવસારી પોલીસની ઝપેટમાં આવેલા ચીકલીગર ગેંગના આરોપીઓ પર પોલીસ પર હુમલા, લૂંટ ધાડ અને તફડંચી જેવા ગુનાઓમાં સંડોવણી સામે આવી છે. પોલીસે હાલ ચારથી વધુ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

નવસારી પોલીસે ચીકલીગર ગેંગના પકડેલા આરોપીઓ પાસેથી એક બાઈક અને સોના ચાંદીના ઘરેણાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ પાસેથી પોલીસે કુલ મળીને 2,64,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પકડેલા આરોપીઓ ચીકલીગર ગેંગ સાથે સંકળાયેલા અને સુરત ભેસ્તાન તથા મુંબઈના રહેવાસી છે

(7:24 PM IST)