News of Monday, 11th August 2025
પાટણમાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી
મહિલાનો એકલતાનો લાભ ઉઠાવી શખ્શે દુષ્કર્મ આચર્યું :પરણિત મહિલા તેઓના પતિ સાથે મનમેળ ના હોવાથી એકલી રહેતી હતી

પાટણ, તા.૧૧
પાટણમાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૨ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરણિત મહિલાના પતિના મિત્રએ દુષ્કર્મ આચર્યું છે. ભોગ બનનાર મહિલા એકલી રહેતી હતી. એકલતાનો લાભ ઉઠાવી નરાધમે દુષ્કર્મ આચર્યું છે. ભાવેશ ઠક્કરે ધમકી આપી ૨૧ લાખ રૃપિયા પડાવ્યા છે.
પાટણમાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
પરણિતાને ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના પતિના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પરણિત મહિલા તેઓના પતિ સાથે મનમેળ ના હોવાથી એકલી રહેતી હતી. મહિલાનો એકલતાનો લાભ ઉઠાવી શખ્શે દુષ્કર્મ આચર્યું છે.
મહિલા પાસેથી ભાવેશ ઠક્કરે ફોટા વીડિઓ વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા છે. દુષ્કર્મ આચરીને અવાર નવાર ૨૧ લાખ પડાવી લીધા છે. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવેશ ભોગીલાલ ઠક્કર,રાહુલ જશવંતભાઈ ઠક્કર સામે દુષ્કર્મ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
