હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 12th August 2025
વલસાડના પારનેરા ડુંગર પર આવેલા મંદિરોમાં ચોરી: ભક્તોમાં આક્રોશ
તસ્કરોએ શિવ મંદિર, અંબિકા મંદિર, નવરદુર્ગા માતાના મંદિરને નિશાન બનાવ્યા :ચાંદીના સિંહાસન અને ચાંદીના મુગટો સહિત અંદાજે ૧૨ કિલો ચાંદીની ચોરી

વલસાડના પારનેરા ડુંગર પર આવેલા મંદિરોમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. શ્રાવણ મહિનામાં જ આ ચોરીની ઘટના બનતાં ભક્તોમાં આક્રોશ છે. તસ્કરોએ શિવ મંદિર, અંબિકા મંદિર, નવરદુર્ગા માતાના મંદિરમાં ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો મંદિરનો દરવાજો તોડીને પ્રવેશ્યા હતા. પોલીસથી બચવા માટે તસ્કરોએ..ચોરી કરતા પહેલા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયરો પણ કાપી નાખ્યા હતા. મંદિરમાંથી ચાંદીના સિંહાસન અને ચાંદીના મુગટો સહિત અંદાજે ૧૨ કિલો ચાંદીની ચોરી થઈ હોવાનું અનુમાન છે
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
