<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું- સાંસદ ધવલ પટેલ તો જુઠાલાલ છે : ડિબેટ માટે પડકાર ફેક્યો

ધરમપૂર ખાતે મળનારી સભાની તૈયારી માટે ચિકાર ગામે મળી પાર તાપી સંઘર્ષ સમિતિની મિટિંગ

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે, પાર તાપી સંઘર્ષ સમિતિની મિટિંગમાં કહ્યું કે, સાંસદ ધવલ પટેલ તો જુઠાલાલ છે. યોજના નથી બનવાની તેમ કહીને લોકોને ભરમાવે છે. ધારાસભ્ય અનંત પટેલે  સાંસદ ધવલ પટેલને ડિબેટ માટે પડકાર ફેક્યો હતો. અનંત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પાર તાપી સંઘર્ષ સમિતિની મિટિંગમાં મોટી સંખ્યામા લોકો જોડાયા હતા. આવનારી 14 ઓગસ્ટના રોજ ધરમપૂર ખાતે મળનારી સભાની તૈયારી માટે ચિકાર ગામે મિટિંગ મળી હતી આ બેઠકમાં એવો સુર વ્યક્ત કરાયો હતો કે, અમે એક ઇંચ જમીન પણ આપવાના નથી

 

(7:29 PM IST)