<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

કુખ્‍યાત ખંડણીખોરના વિસ્‍તારમાં જ ખાસ ટીમ દ્વારા આગવી ઢબે સરભરા, બોકાસા નખાવી દીધા

સુરતમાં શ્રાવણ માસમાં દિવાળી જેવો માહોલ, સુરત પોલીસ જિંદાબાદના નારાઓ લાગ્‍યા ફટાકડા ફૂટયા, મોઢા મીઠા કરાવ્‍યા, બહેનોએ રાસ લીધાં, વડીલોએ આશીર્વાદ આપ્‍યાં : ઈન્‍તિહાઝ સદામ અને સાહિલનું સામ્રાજ્‍ય તોડવા આવા કાર્યના સ્‍પેશ્‍યાલિસ્‍ટ ડીસીપી રાજદીપસિહ નકુમ અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારાને જવાબદારી સુપ્રત થતા સૌરાષ્‍ટ્રનુ પાણી બતાવ્‍યું

રાજકોટ, તા.૧૩: સુરતમાં કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જડબેસલાક બનાવી રીઢા ગુનેગારોને પોલીસ એટલે શું?

તેનું ભાન કરાવવા માટે ખુલ્લે આમ ખંડણી ઉઘરાવી લોકોને ત્રાહિમામ પોકરાવનાર બે માથાભારે તત્‍વોને તેમના જ વિસ્‍તારમાં પોહચી જાહેરમાં જ સરભરા કરતા, લોકો દ્વારા સ્‍વયંભૂ શ્રાવણ માસમાં દિવાળી જેવો માહોલ સર્જી સુરત પોલીસ જિંદાબાદના નારાઓ વચ્‍ચે સુરત ડીસીપી રાજદીપસિંહ નકુમ અને  sog પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારાનું વધુ એક વખત લોકોએ ફૂલો અને ગુલાબના હાર પહેરાવી ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.

સુરતના કુ વિખ્‍યાત રાંદેર વિસ્‍તાર કે જ્‍યાં કોઈ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પોસ્‍ટિંગ ન મળે તેવી પ્રાથર્ના કરતા હોય છે તેવા આ વિસ્‍તારના કુ વિખ્‍યાત ખંડણીબાજ  ઇમ્‍તિયાઝ સદામ અને સાહિલે માઝા મૂકી હોવાની ફરિયાદ ખાનગીમાં સંખ્‍યાબંધ લોકો દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમક્ષ થયેલ.

આ બાબત જાણી તેવો લાલચોળ બની ગયેલ. આવા તત્‍વોને સીધા કરવા માટે પોલીસ કમિશનર દ્વારા એક ખાસ ટીમ બનાવી છે, એ જે વિસ્‍તારમાં ફરિયાદ હોય ત્‍યાં પોહચી અને લુખ્‍ખાગીરી સામે પોલીસગીરી કેવી ભારે છે તેનું ભાન કરાવવા મોકલે છે.

આ ખાસ ટીમ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ૨૪/૭ ફરજ બજાવે છે. જેનું નેતળત્‍વ કરતા ઉચ્‍ચ અધિકારીમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ છે. અને તેમના મહત્‍વના સેના નાયક એટલે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર SOG અતુલ સોનારા છે. પોલીસ કમિશનર દ્વારા આ કેસની ગંભીરતા સમજી તુરંત આ બન્ને અધિકારીઓને કાર્ય સુપ્રત થયું.

પોતાના સ્‍ટાફ મોકલવાને બદલે ડીસીપી પણ અતુલ સોનારા સાથે સ્‍થળ પર ગયા. ત્‍યારે કલ્‍પના બહારના દૃશ્‍યો સર્જાયા, લોકોએ ફટાકડ ફોડ્‍યા અને પોલીસ કમિશનર, સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્‍યા. ત્‍યારબાદ પ્રજાનો એક મોટો વર્ગ પોલીસ કમિશનર ઓફિસ પર પોહચી અનુપમસિહ ગેહલોતનો દિલથી આભાર માન્‍યો.

અત્રે એ યાદ રહે કે સુરતમાં સીપી દ્વારનો ડ્રગ્‍સ ઈન સુરત, અને ગુનેગારોની માનસિક હિંમત તોડવા બે દાયકાથી વધુ વોન્‍ટેડ આરોપી અન્‍ય રાજ્‍યમાંથી ઉપાડી લાવવા PCB/ડીસીબી પણ ખૂબ એક્‍ટિવ કરેલ છે.

(2:13 PM IST)