<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

પાલનપુરમાં વિમાન દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત કથા

શાસ્‍ત્રી ડો.કૃષ્‍ણકુમાર મહેતાએ સંગીતમય શૈલીમાં કરાવ્‍યુ રસપાન

રાજકોટઃ શ્રી કબીર આશ્રમ પરિવાર પાલનપુર દ્વારા ગુજરાતની કરુણ વિમાની દુર્ઘટનાના તથા સાંપ્રત રાષ્‍ટ્રીય આપદાઓના દિવંગતોના મોક્ષાર્થે તેમજ વિશ્વશાંતિ હેતુ પવિત્ર શ્રાવણ માસમાં કબીર આશ્રમના ભક્‍તિમતી શ્રી સરલાબેન સત્‍યેશ્વરી અને ટ્રસ્‍ટીમંડળ દ્વારા તાજેતરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું પાવન આયોજન થયું હતું. સદ્દગુરુ શ્રીકબીર સાહેબ, શ્રી શાન્‍તીદાસજી બાપુ અને શ્રી રામસ્‍વરૂપદાસજી બાપુના શુભાશિષથી કુંવરબા કન્‍યા વિદ્યાલય પાલનપુરના પ્રાંગણમાં આયોજિત આ ભાગવત કથામાં વક્‍તાપદે બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના પુત્ર શાષાી ડો.કળષ્‍ણકુમાર મહેતાએ શુદ્ધ કથા, મૂળ-શાષાોક્‍ત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને સંગીતમય શૈલીમાં કથામળતનું રસપાન કરાવ્‍યું હતું. તેમજ અધ્‍યાત્‍મ અને વિજ્ઞાનનો સમન્‍વય કરીને ભાગવતજીના રહસ્‍યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરીને બોધદાયી દ્રષ્ટાંતો,પર્યાવરણ, રાષ્‍ટ્રપ્રેમ, વાંચનટેવ, સદાચાર વગેરેને આવરી લઈને લોકજાગળતિનુ કર્તવ્‍ય નિભાવ્‍યું હતું. શ્રીમતી માલતીબેન દીપકભાઈ શાહના નિવાસેથી પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થયો હતો. પ્રતિદિન કથા પ્રારંભે કવિ, નાટયકાર, ઉદ્દઘોષક ડો.શૈલેશભાઈ ટેવાણીએ ભાગવતજી અને કબીરસાહેબની સાખીઓને વણી લઈને ખુબ માહિતીપૂર્ણ વાત રજુ કરી હતી.કથાના મુખ્‍ય યજમાનપદે સામાણી પરિવારે પૂજાવિધિનો લ્‍હાવો લીધો હતો. ઉપાચાર્યપદે ભાવેશભાઈ ટેવાણીએ પૂજાવિધિ કરાવી હતી. ભાગવતકથામાં સતીચરિત્ર, નળસિંહપ્રાગટય, વામનજન્‍મ, રામજન્‍મ, કળષ્‍ણજનમ, ભવ્‍ય નંદમહોત્‍સવ, ગિરીરાજઉત્‍સવ વગેરે પ્રસંગો ભાવભેર ઉજવાયા હતા. કબીર આશ્રમના ટ્રસ્‍ટીઓ કુંવરબા કન્‍યા વિદ્યાલયના શિક્ષકગણ દિવંગતોની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના સદ્દભાવથી આ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થયા હતા.

(4:15 PM IST)