News of Wednesday, 13th August 2025
વિકાસની ગાડી દોડીઃ ગુજરાતમાં રેલવે સુવિધા માટે ૧૭૧પપ કરોડની ફાળવણી
સંસદમાં પ્રશ્ન પૂછી, માહિતી મેળવતા નરહરિ અમીન

રાજકોટ, તા. ૧૩: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા ગુજરાતમાં કાર્યરત રેલ પ્રોજેક્ટ અને મંજૂર થયેલ નવા રેલ પ્રોજેક્ટસની વિગતો આપવા બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અનુસંધાને, રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીએ વિસ્તળત માહિતી સાથેનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતની હદમાં આવેલ રેલ્વેનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષાને લગતા પ્રોજેક્ટસ માટે વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ દરમ્યાન ૩.૫૮૯ કરોડ/દર વર્ષે બજેટની ફાળવણી કરવામાં આવી હતી. જયારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે એનાંથી ઓગણત્રીસ ગણા કરતાં વધારે એવી ૩.૧૭,૧૫૫ કરોડની બજેટ ફાળવણી કરી છે.
વર્ષ ૨૦૦૯ થી ૧૪ દરમ્યાન દર વર્ષે ૧૩૨ કિ.મી. ની સરેરાશથી ૬૬૦ કિ.મી.નાં નવા રેલ્વે ટ્રેક બન્યા. જ્યારે વર્ષ ૨૦૧૪ થી ૨૦-૨૫ દરમ્યાન દર વર્ષે ૨૫૧ કિ.મી. ની સરેરાશથી ૨૭૬૪ કિ.મી.નાં નવા ટ્રેક બન્યા.
તા.૧/૪/૨૦૨૫ની સ્થિતિએ, રૂા.૩૦૨૭૫ કરોડનાં ખર્ચે ૨૫૬૪ કિ.મી. લંબાઈનાં કુલ ૩૬ પ્રોજેક્ટસ (૬ નવી લાઈન, ૧૭ ગેજ કન્વર્ઝન અને ૧૩ ડબલીંગ) મંજૂર થયા છે. તે પૈકી ૮૬૩ કિ.મી. લંબાઈનાં પ્રોજેક્ટસ રૂા.૧૨૮૬૫ કરોડનાં ખર્ચે માર્ચ-૨૦૨૫ સુધીમાં કાર્યરત થઇ ગયા છે.
તદઉપરાંત રૂા. ૭૮૭૧ કરોડનાં અંદાજિત ખર્ચ વાળા બીજા ૧૧ (નવી લાઇન/ગેજ કન્વર્ઝન/દોહરીકરણનાં) પ્રોજેક્ટ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં સંપૂર્ણપણે/આંશિક રીતે આવતા રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ, ભારતીય રેલ્વેના પヘમિ રેલ્વે અને ઉત્તર પヘમિ રેલ્વે ઝોન દ્વારા આવરી લેવામાં આવે છે. રેલ્વે પ્રોજેક્ટસની ઝોન વાઇસ વિગતો ભારતીય રેલ્વેની વેબસાઇટ પર જાહેર ડોમેનમાં ઉપલબ્ધ છે.
છેલ્લા ૩ વર્ષ (૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫) અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, ગુજરાત રાજ્યમાં સપૂર્ણ/આંશિક રીતે આવતા કુલ ૬૩૨૧ કિમી લંબાઈના ૫૮ સર્વેક્ષણોને મંજૂરી આપવામાં આવી છે. કેટલાક મહત્વપૂર્ણ સર્વેક્ષણોમાં (૧) રતલમ-વડોદર (૨૫૯ કિ.મી.), વિરમગામ-કાનાલસ (૨૯૫ કિ.મી.) અને કાનાલસ-ઓખા (૧૪૧ કિ.મી.) નો સમાવેશ થાય છે. તેમ મંત્રીશ્રીએ શ્રી નરહરિ અમીનને જણાવ્યું હતું.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
