News of Wednesday, 13th August 2025
૭૯મા સ્વતંત્રતા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય વાયુસેના બેન્ડનું પર્ફોર્મન્સ
૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે આ કાર્યક્રમ શરૂ થશે

એકતા નગર: ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, ભારતીય વાયુસેના (આઇએએફ)નું બેન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપશે.
૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે આ કાર્યક્રમ શરૂ થશે. આ ઇવેન્ટની થીમ “વિંગ્સ ઓફ ગ્લોરી: સિમ્ફની ઓફ યુનિટી” રાખવામાં આવી છે.
આ પ્રદર્શન વાયુસેનાના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા સાથે, 'ઓપરેશન સિંદૂર' જેવી તાજેતરની રાષ્ટ્રીય સિદ્ધિઓની પણ ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને સંગીતની ધૂન રજૂ કરવામાં આવશે, જે મુલાકાતીઓમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
વાયુસેનાએ તમામ નાગરિકોને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ખાતે આ મ્યુઝિકલ ટ્રિબ્યુટને નિહાળવા માટે આમંત્રણ આપ્યું છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
