તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 14th August 2025
અમદાવાદ એરપોર્ટ પરથી 17 લાખના વિદેશી ચલણ સાથે ઝડપાયેલા દંપતીની અટકાયત
કસ્ટમ વિભાગ દ્વારા 17 લાખ કરતા વધુની વિદેશી કરન્સી જપ્ત: પતિ પાસેથી 10,446 અમેરીકન ડોલર અને પત્ની પાસેથી 10,000 ડોલર જપ્ત કરાયા: બંને પાસેથી તુર્કીનુ 1200નું કરન્સી પણ મળી

અમદાવાદ એરપોર્ટ પરથી 17 લાખના વિદેશી ચલણ સાથે ઝડપાયેલા દંપતીની અટકાયત કરવામાં આવી છે. કસ્ટમ વિભાગ દ્વારા 17 લાખ કરતા વધુની વિદેશી કરન્સી જપ્ત કરાઈ છે. અકાસા એરલાઈન્સમાં જતા દંપતી પર શંકા જતા, કસ્ટમ વિભાગના અધિકારીએ પૂછપરછ અને તપાસ કરી હતી. જેમાં પતિ પાસેથી 10,446 અમેરીકન ડોલર અને પત્ની પાસેથી 10,000 ડોલર જપ્ત કરાયા છે. આ સિવાય બંને પાસેથી તુર્કીનુ 1200નું કરન્સી પણ મળી આવી છે. કસ્ટમ વિભાગે બંનેની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
