News of Thursday, 14th August 2025
ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક વિવાદ : ટેનિસ સ્ટેડિયમ વગર ટેન્ડરે આર.એચ કાપડિયાને પધરાવી દેવાયાનો આક્ષેપ
કરોડનો ખર્ચ અને ગુજરાતી યુનિવર્સિટીની મોંઘી જમીન હોવા છતાં આ સંસ્થા સાથે એમઓયુ વિવાદી બન્યું

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ ટેનિસ કોર્ટનો વિવાદ સામે આવ્યો છે. દાતાઓના દાનમાં મળેલ જમીન ઉપર, કરોડો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા બાદ સાત ટેનિસ કોર્ટ ધરાવતું ટેનિસ સ્ટેડિયમ, કોઈપણ પ્રકારના ટેન્ડર વગર જ આર.એચ કાપડિયાને માત્ર નફામાં ભાગીદારીની શરત સાથે આપી દેવામાં આવ્યું છે. કરોડનો ખર્ચ અને ગુજરાતી યુનિવર્સિટીની મોંઘી જમીન હોવા છતાં આ સંસ્થા સાથે કરવામાં આવેલ એમઓયુ મુજબ 70 ટકા આર એચ કાપડીયાને જ્યારે માત્ર 30 ટકા નફો ગુજરાત યુનિવર્સિટીને મળી રહ્યા છે. મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક મહિનાથી આ નફો માત્ર પ્રતિ મહિને રૂપિયા 1.5 લાખ આજુબાજુ જ જોવા મળી રહ્યો છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
