News of Thursday, 14th August 2025
સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો આરબીઆઇનો નિયમ છતાં અમલવારી નહીં
ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ' છૂટતો નથી : ગુજરાતની ૧૬૧ સહકારી બેન્કોમાં ૮૭૬ ડિરેકટરો સમય મર્યાદા વિત્યા પછી પદ છોડયા નથી

અમદાવાદ તા.૧૪: રિઝર્વ બેક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર, સહકારી બેંકોમાં ૮ વર્ષથી વધુ સમય સુધી ડાયરેક્ટર પદે રહી શકાય નહીં. આ સમય મર્યાદા વધારીને ૧૦ વર્ષ કરી દેવાયા છે. ગુજરાતમાં સહકારી બેંકો પર પણ ભાજપનો કબજો રહ્યો છે. નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાંય ડાયરેકટરો પદ છોડવા તૈયાર નથી. ગુજરાતમાં જાણે કે નિયમ - કાયદાનો અમલ જ કરાતો નથી પરિણામે સહકારી બેંકો પર ભાજપનું આધિપત્ય હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. જો સહકારી બેકો પર અન્ય રાજકીય પક્ષનો દબદબો રહ્યો હોત તો કદાચ આ કાયદાનો ગુજરાતમાં કડકપણ અમલ કરાયો હોત તે તેવું લોકો માનવા લાગ્યા છે.
૮ વર્ષની સમય મર્યાદામાં વધારો કરીને ૧૦ વર્ષ કરાયો હતો. કેન્દ્ર સરકારે ગેઝેટ બહાર પાડીને કાયદામાં સુધારો કર્યો હતો. આ સુધારો ઓગષ્ટ, ૨૦૨૫માં લાગુ કરાયો હતો.
સહકારી બંકોમાં ઘણાં ડાયરેક્ટર ઘણાં લાબાં સમયથી ચીટકી રહ્યાં છે અને પદ છોડવા તૈયાર નથી. રાજ્યસભામાં આ મામલો ગુંજ્યો હતો. ગુજરાતની સહકારી બેકોમાં ઘણાં ડાયરેકટરો એવા છે જે ઘણાં લાંબા સમયથી પદ પર યથાવત રહ્યાં છે તે મુદ્દે સવાલ પૂછાતાં કેન્દ્રએ ખુલાસો કર્યોકે, ગુજરાતમાં ૧૬ જિલ્લા અને તાલુકા સહકારી બેકો એવી જ્યાં ૧૬૯ ડાયરેક્ટરો આઠ વર્ષ વિત્યા પછીય હોદ્દો પર ટ્ટ ગોઠવાયેલાં રહ્યાં છે. ગીર સોમનાથ, પાલનપુર, અમદાવાદ, વલસાડ, ભાવનગર, કચ્છ, સુરત, નડિયાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, સાબરકાંઠા, નવસારી, પંચમહાલ સહિત અન્ય જીલ્લામાં કુલ મળીને ગુજરાતની ૧૪૫ શહેરી સહકારી બેંકોમાં પણ ૮૭૬ ડાયરેક્ટરો આઠ વર્ષથી વધુ સમય મર્યાદા પૂર્ણ થયાં પછી ડાયરેક્ટ પદ છોડવા તૈયાર નથી. ભાજપના નેતાઓ સહકારી બંકો પર જાણે કબજો જમાવીને બેઠાં છે.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છેકે, સહકારી બેંકોમાં મોટાભાગના ડાયરેક્ટરો ભાજપ સાથે સંકળાયેલાં રહ્યાં છે. જો ગુજરાતમાં આ કાયદાનો કડકપણ અમલ કરવામાં આવે તો, કેટલાંય ભાજપના નેતાઓની ડાયરેક્ટર પદેથી હકાલપટ્ટી થાય તેમ છે. આ કારણોસર ગુજરાતમાં આ મામલે ઢીલાશ દાખવવામાં આવી રહી છે. ે
વાસ્તવમાં જો નિયમનો અમલ થાય તો, યુવા નેતાઓને તક મળી શકે છે. ખુદ ભાજપના જ નેતાઓ આ કાયદાનો અમલ થાય તેમ ઇચ્છી રહ્યાં છે જેથી વર્ષોથી ડાયરેક્ટર પદે ચિટકી રહેલાં નેતાઓની વિદાય થાય.(૩૮.૧૩)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
