News of Thursday, 14th August 2025
હાર્દિકસિંહનો સુરત sog દ્વારા કબજો મેળવાયો... ૬ દિવસની રિમાન્ડ
રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલપમ્પ પર ફાયરિંગની ઘટનામાં પણ સામેલ : અપહરણ, લૂંટના ગુન્હામાં વોન્ટેડ, સીપી, ડીસીપીની સૂચના sog પીઆઇ અશોક ચોધરી ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૧૪: સુરતના રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અપહરણ, લૂંટના ચકચારી મામલામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ તપાસ ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમને સુપ્રત કરતા આ ટીમ દ્વારા વિવિધ કલમો હેઠળ જેમની સામે ગુન્હા દાખલ થયેલ તેવા ૧૩ આરોપીઓ પકડવામાં સફળતા મળી હતી.
ઉપરોક્ત પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં હાર્દિકસિહનું નામ ખુલતા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમ કાર્યરત બનેલ.
આ દરમિયાન રાજકોટના અને મુળ રાજકોટ જિલ્લા અને જામ કંડૉરણા પંથકના અડવાણ ગામના હાર્દિકસિહ જાડેજાને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ થયા બાદ sog તુરંત હરકતમાં આવી તેમની પાસેથી કબજો મેળવેલ.
ઉપરોક્ત ગુન્હામાં ૧૩ આરોપીઓ પકડાઈ ચૂકયા છે, રીબડાના પેટ્રોલ પંપના ફાયરિંગના આ આરોપી પકડવા પોલીસ સક્રિય બનેલ.

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
