News of Friday, 15th August 2025
રાજયમાં ચાર સિસ્ટમ સક્રિયઃ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદના એંધાણઃ હવામાન વિભાગ
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનો માહોલ જામ્યો

અમદાવાદઃ રાજ્યમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે અને 15 થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 17 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધુ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206
રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરતમાં, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માછીમારોને દરિયો નહી ખેડવા IMD દ્વારા જણાવાયું છે.હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે અપર એર સાયકલોનિક સકર્યુલેશન, લૉ પ્રેશર, મોન્સન ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
