<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

79મા સ્વાતંત્ર્ય પર્વની સુરત શહેર પોલીસ દ્વારા અનોખી ઉજવણી : વિવિધ કાર્યક્રમનું આયોજન

ઝોન 3 હેઠળ આવતા અલગ અલગ ચાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને ડીસીપી દ્વારા ભક્તિ અને શૌર્યનાં પ્રતીક સ્વરૂપે રિલીઝ થયેલું મુવી બતાવાયુ

આજે 15મી ઓગસ્ટે સમગ્ર દેશમાં 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના ઝોન 3ના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન 3 હેઠળ આવતા અલગ અલગ ચાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને ડીસીપી દ્વારા ભક્તિ અને શૌર્યનાં પ્રતીક સ્વરૂપે રિલીઝ થયેલું મુવી બતાવવામાં આવ્યું હતું. 

 સુરત શહેર પોલીસ દ્વારા પણ 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી છે. તો બીજી તરફ માનવતાના અભિગમને ધ્યાનમાં લઇ સુરતના ઝોન 3 હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન 3 હેઠળ આવતા કતારગામ, સીંગણપોર, મહીધરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી કોન્સ્ટેબલ, એલ આર તેમજ શી ટીમના કર્મચારીઓને તણાવ ભરી લાઈફમાંથી મુક્તિ અપાવવા 15 મી ઓગસ્ટના દિવસે મહિલાઓ ખુશીથી આ દિવસને ઉજવે તે હેતુથી મુવી બતાવવામાં આવ્યું હતું.

નારી સશક્તિકરણને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી આ મહિલા કર્મચારીઓને પ્રેરણા મળે તે હેતુથી ભક્તિ અને શૌર્ય આધારિત રિલીઝ થયેલી મુવી આજે બતાવવામાં આવી હતી. મહત્વની વાત છે કે પોલીસ વિભાગમાં તમામ કર્મચારી 365 દિવસ પોતાની ફરજ નિભાવતા હોય છે અને અનેક એવા મુશ્કેલીના સમયમાં આ તમામ કર્મચારીઓને ફરજ બજાવી પડે છે ત્યારે એક મહિલા કર્મચારી માટે પોલીસ વિભાગમાં ફરજ બજાવું ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે એક તરફ પરિવારની જવાબદારી નિભાવવાની હોય જ છે અને તેની સાથે સાથે પોલીસ વિભાગમાં પણ અલગ અલગ કામગીરી આ મહિલાઓને કરવાની હોય છે  ત્યારે બંને જવાબદારી નિભાવતા આ મહિલા કર્મચારીઓનું જીવન તણાવ ભર્યું બની જાય છે અને આ મહિલા કર્મચારીઓના માનસિક પરિસ્થિતિનો વિચાર કરીને DCP પીનકીન પરમાર દ્વારા આ મહિલા કર્મચારીઓને આજે 15મી ઓગસ્ટ નિમિત્તે મુવી બતાવવામાં આવ્યું હતું.

મહિલા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખૂબ સારૂ આયોજન પોલીસ અધિકારી તરફથી કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવવી એ મહિલા માટે મુશ્કેલ ગણાય છે. કારણ કે મહિલાને એક તરફ પારિવારિક અને એક તરફ પોલીસ વિભાગમાં કામગીરી કરતા સમયે અનેક પડકારોનો સામનો કરવો પડે છે અને માનસિક તણાવ ભરી લાઈફ જીવવી પડે છે અને આ પ્રકારની લાઈફ વચ્ચે જ્યારે અમુક ખુશીના પળો માટે અધિકારી મહિલાઓ માટે આવો ઉમદા વિચાર કરીને મહિલાઓને ખુશી મળે તે પ્રકારે આવા કાર્યક્રમનું આયોજન કરતા હોય તે માટે અધિકારીઓનો પણ આભાર માનવો જોઈએ.

(6:34 PM IST)