News of Saturday, 16th August 2025
સુરતમાં સગીર પુત્રએ કરી પિતાની હત્યા: અન્ય સ્ત્રી સાથે સબંધની શંકાએ પિતાને પતાવી દીધા
પોલીસે ફરિયાદ નોંધીને પુત્રની અટકાયત કરી: મૃતદેહને પીએમ માટે ખસેડાયો

સુરતના જીઆઈડીસી વિસ્તારમાં સગીર પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખી છે, સમગ્ર બનાવમાં પોલીસે સગીર પુત્રની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ સુરતમાં સગીર પુત્રએ પિતાની હત્યા કરી છે, અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે, પિતાના અન્ય સ્ત્રી સાથે આડા સબંધ છે તેની શંકામાં પુત્રએ હત્યા કરી નાખી છે, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,
સમગ્ર ઘટનામાં પરિવારના સભ્યો પણ પહોંચ્યા છે અને પોલીસે ફરિયાદ નોંધીને પુત્રની અટકાયત કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
