News of Saturday, 16th August 2025
યાત્રાધામ અંબાજી ખાતે જન્માષ્ટમીના પર્વની ભાવભેર ઉજવણી: યુવાનોએ 101 જેટલી દહીંહાંડી ફોડી: ભારે ઉત્સાહ
અંબાજીમાં 35 જેટલા અલગ અલગ ગોવિંદાઓ દ્વારા ત્રણ થી ચાર માળના 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 101 જેટલી દહીં હાંડી ફોડી

જન્માષ્ટમીના પર્વ ની ઉજવણી રાજ્ય ને દેશ ભરમાં થઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી ને શોભાયાત્રા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંબાજી માં વિવિધ ટુકડીઓ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામા આવી હતી તેને લઇ અંબાજી માં ઠેક ઠેકાણે લોકો દ્વારા દહીં હાંડી બાંધવામાં આવી છે જે ગોવાળિયા ઓ ફોડી જન્માષ્ટમીના પાવન પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રી ક્રુષ્ણના અવતરણનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધા કૃષ્ણ મંદિર ની આરતી કરી વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી તેમજ અંબાજીમાં 35 જેટલા અલગ અલગ ગોવિંદાઓ દ્વારા ત્રણ થી ચાર માળના 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 101 જેટલી દહીં હાંડી ફોડી આજ ના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.
અંબાજી મંદિરમાં ગત રાત્રીએ જ શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવી દેવાયો હતો આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે. આ શોભાયાત્રા દરમિયાન અનેક મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ને સાથે સુકામેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો જોકે નિકળેલી શોભાયાત્રા મા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
