<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

અમદાવાદમાં સવારથી અત્યાર સુધી સવા ઇંચ વરસાદ પડ્યો: સૌથી વધુ મેમ્કોમાં ૪ ઇંચ ખાબકયો

જેતપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ કરી પધરામણી: દાંતીવાડા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદઃ અમદાવાદમાં સવારથી અત્યાર સુધી સવા ઇંચ વરસાદ પડ્યો છે. જયારે  સૌથી વધુ મેમ્કોમાં  ૪ ઇંચ વરસાદ પડયો હતો.
જયારે રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં લાંબા વિરામ બાદ આજે મેઘરાજાએ પધરામણી કરી. શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસાદ વરસતા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બન્યો.
  બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા ખેતી પાકને નવજીવન મળ્યું છે.

(8:30 PM IST)