News of Saturday, 16th August 2025
ભરૂચ ના ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં ત્રણ દિવસ પહેલાં બનેલી ટ્રક અકસ્માતની ઘટના હવે હત્યાકાંડમાં ફેરવાઈ: રાજકીય અદાવતમાં હત્યા થયાનો ઘટસ્ફોટઃ ૩ શખ્સ ઝડપાયા
મુખ્ય સૂત્રધાર સરપંચ પતિ રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો: ગત 13 ઓગસ્ટના રોજ શીયાલી-બાંડાબેડા ત્રણ રસ્તા નજીક ટ્રકે બાઈકસવાર ભોગીલાલ વસાવાને ટક્કર મારી હતી.

ભરૂચઃ ભરૂચ જિલ્લાના ઝઘડીયા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં બનેલી ટ્રક અકસ્માતની ઘટના હવે હત્યાકાંડમાં ફેરવાઈ છે. ભરૂચ પોલીસની દ્રઢ કામગીરીથી ખુલ્યું છે કે, આ ઘટના અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હતી. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સરપંચ પતિ રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે.
ગત 13 ઓગસ્ટના રોજ શીયાલી-બાંડાબેડા ત્રણ રસ્તા નજીક ટ્રકે બાઈકસવાર ભોગીલાલ વસાવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભોગીલાલનું સ્થળ પર જ મોત થયું હતું. શરૂઆતમાં બેદરકારીથી થયેલો અકસ્માત માનવામાં આવ્યો હતો. જો કે તપાસ દરમિયાન શંકાસ્પદ પાસાં સામે આવતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
