<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

ગુજરાતમાં હાલ 4 સિસ્ટમ સક્રિય : આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

નવસારી, વલસાડ, દમણમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર : નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. જ્યારે આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 આગામી 18થી 20 તારીખ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.જેમાં નવસારી, વલસાડ, દમણમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતમાં હાલ 4 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં મેઘ તાંડવ થઈ શકે છે.

 

(10:33 AM IST)