News of Sunday, 17th August 2025
આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડશે : અંબાલાલ પટેલની આગાહી
કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ પડશે: સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા .

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. જ્યારે આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનરાધાર વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. 17થી 20 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોને મેઘરાજા ધમરોળશે. તો દક્ષિણ ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
