News of Sunday, 17th August 2025
અમદાવાદ એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે કેસ નોંધાતા આત્મવિલોપન કરનાર મહિલાના મૃતદેહ સ્વીકારાયો
મૃતક મહિલા નર્મદાબેનનો મૃતદેહ પરિવારે સ્વીકારીને અંતિમવિધિ માટેની કાર્યવાહી કરી

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મહિલાનું આત્મવિલોપનની ઘટનામાં મોત થતા એએમસીના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદના જશોદાનગરમાં ગેરકાયદે બાંધકામ તોડવા મુદ્દે મહિલાએ કરેલ આત્મવિલોપનના કેસમાં, પરિવારજનોએ આખરે મૃતદેહ સ્વીકાર્યો છે. મૃતક મહિલા નર્મદાબેનનો મૃતદેહ પરિવારે સ્વીકારીને અંતિમવિધિ માટેની કાર્યવાહી કરી છે. વીએસ હોસ્પિટલથી મૃતદેહ લઈને અંતિમ વિધિ માટે લઈ જવાયા હતા. મહિલા આત્મવિલોપન મામલે AMC એસ્ટેટ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો .
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
