<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

સરખેજ-સાણંદ હાઇવે પર ગીબપુરા ગામ નજીકથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એટલે કે 2.97 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે બે શખ્સની ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય એસોજીએ એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધ કરી રહેલા ભાવનગરના યોગેશ મકવાણા અને અમદાવાદના પિન્ટુ પટેલને ઝડપયા

અમદાવાદ, તા.૧૭
અમદાવાદ ગ્રામ્ય SOGએ સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ)ની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ગ્રામ્ય SOG એ બાતમીના આધારે એક ડમી ગ્રાહક દ્વારા ડિકોય ગોઠવી બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરી છે.. જેમાં ભાવનગર નો યોગેશ મકવાણા અને અમદાવાદનો પીન્ટુ પટેલની ૨.૯૭૬ કિલો એમ્બરગ્રીસ સાથે સાણંદ થી ધરપકડ કરી છે.જે તપાસ કરતા ભાવનગરનો વોન્ટેડ આરોપી ભરત સરવૈયા દ્વારા પકડાયેલ બન્ને આરોપીને સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ) વેચવા માટે આપી હોવાનું સામે આવ્યું. તેમજ આરોપી દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બરગ્રીસ વેચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ગ્રામ્ય SOG એ આ કેસમાં જાણવા જોગ ફરિયાદ નોધીને એમ્બરગ્રીસ ચકાસણી કરવા FSL મોકલી ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી. જોકે પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલ બન્ને આરોપીને વોન્ટેડ આરોપી ભરત સરવૈયા એમ્બરગ્રીસ વેચવા માટે મોકલ્યા હતા. સાથે જ આરોપીઓ પણ એમ્બરગ્રીસ વેચવા માટે અન્ય કોઈને ફિરાક માં હતા. જોકે તે પહેલાં બને શખ્સો ઝડપાઇ ગયા.
ઉલ્લેખનીય છે કે સ્પર્મ વ્હેલ માછલી વોમિટ એ દુલર્ભ પદાર્થ હોઈ તેની હેરાફેરી કરવાના ગુના વધી ગયા છે. જ્યાં આ બન્ને શખ્સોને પકડી ને વધુ તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી કે ૨.૯૭૬ કિલોની આંતરરાષ્ટ્રીય બજારમાં ૨.૯૦ કરોડ થાય છે. જ્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વોન્ટેડ આરોપી પકડવા માટે તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ એમ્બરગ્રીસ હેરાફેરને લઈ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે જે દિશામાં પણ તપાસ શરૂ કરી દેવાઈ છે.
નોંધનીય છે કે ભારતમાં વ્હેલ માછલીઓ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે. જેના કારણે એમ્બરગ્રીસ નો વેપાર, વેચાણ, ખરીદી અને સંગ્રહ ગેરકાયદેસર છે. વિશ્વભરમાં આ પદાર્થ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક ચાલે છે ત્યારે એમ્બરગ્રીસ એક દુર્લભ કુદરતી પદાર્થ છે. જે અમુક વ્હેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે. અને તે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વરસો સુધી તરતો રહે છે.
સમય જતા તે એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે. જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં ફ્રેગ્રન્સ સ્ટેબિલાઈઝર તરીકે થાય છે. જેને લઈને તેનું સ્મગલિંગ પણ થઈ રહ્યું છે. જે સ્મગલિંગ અટકાવવા પોલીસ કામગીરી કરી રહી છે. જેમાં SOG ને સફળતા મળી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી તપાસમાં કેવા કેવા ખુલાસાઓ થાય છે. અને કેવું નેટવર્ક સામે આવે છે.

(10:01 PM IST)