તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 17th August 2025
ગોધરામાં કલાલ દરવાજા પાસે નંદ મહોત્સવની શોભાયાત્રામાં સાંઢ બન્યો રઘવાયોઃ પાંચ વધુ લોકોને લીધા અડફેટે
ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાઃ મહિલાઓ અને બાળકો સહિત હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો

વડોદરાઃ શોભાયાત્રા કલાલ દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક સાંઢ બેકાબુ બની ગયો હતો. સાંઢે અનેક લોકોને અડફેટે લેતા સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. મહિલાઓ અને બાળકો સહિત હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સ્થાનિક યુવકો અને આયોજકોની તત્પરતાથી સાંઢને નિયંત્રણમાં લઈ સ્થળ પરથી દૂર કરવામાં આવ્યો હતો.
આ અચાનક ઘટનામાં પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અને તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યા બાદ યાત્રાને ફરીથી નિયત રૂટ પર રવાના કરવામાં આવી હતી.
અંતે રાધાકૃષ્ણની પ્રતિમાનું વિસર્જન રામસાગર તળાવમાં કરાયું હતું. સાંઢના તાંડવને કારણે ભલે ક્ષણિક અફરાતફરી સર્જાઈ હોય, પરંતુ આયોજકો અને સ્થાનિકોના સહકારથી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
