તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
ભાનુબેનના હસ્તે રાજકોટ જીલ્લામાં એકસાથે નિર્માણ પામનારી ૧૦૩ આંગણવાડીનું ખાતમુહૂર્ત : આંગણવાડીનું લોકાર્પણ
આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે : બાળકના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્ર પ્રથમ પગથીયુ છે

રાજકોટ : આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. તેથી તેના જન્મ પછી તેનામાં સર્વાંગી વિકાસ કેળવાય તે માટે આંગણવાડી કેન્દ્ર તેના વિકાસનું પ્રથમ પગથીયુ છે. સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના લોધીકા તાલુકાના મેટોડા જીઆઈડીસી ખાતેથી જીલ્લામાં પ્રથમવાર એકસાથે કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરાયુ છે.
જેમાં રૂા. ૧૨.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી ૧૦૩ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને રૂા.૫૧ લાખના ખર્ચે નવનિર્મિત ૦૬ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે ભાનુબેનની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડા, શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન તોગડીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ, જીલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ સહિત સંબંધિત ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
