News of Tuesday, 19th August 2025
સુરતના ૧૫૦૦ કરોડના બેન્ક સાયબર ફ્રોડના આરોપીઓ વિરુદ્ધ દોઢ લાખ પેજનું ફુલપ્રુફ ચાર્જશીટઃ અદ્ભુત ઘટના
મૂળ સૌરાષ્ટ્રના ૭ લોકોની અને RBL બેન્કના ૮ અધિકારીઓની સંડોવણીવાળા ગુજરાતના સહુથી મોટા સાયબર ફ્રોડ આરોપીઓ કાયદાની છટકબારીઓનો લાભ મેળવી ન શકે તેવો સીપી અનુપમસિંહ ગેહલોત, ડીસીપી ભગીરથ ગઢવીના નેતળત્વમાં પીઆઈ એસ એન દેસાઈ ટીમ કાયદાકીય જંગ ખેલવા મેદાને :પૂરતી ચકાસણી વગર ૨૫ હજારથી અઢી લાખ સુધીની લોન સામેથી આપી દેતા હોવાનું ખૂલ્યું હતું, ૫૦ લાખ ખાતાઓ ફિલ્ટર કરવા પોલીસ ટીમ તજજ્ઞો સાથે ઉંધે માથે થયેલઃ આ મામલે બારીકાઇથી નિરીક્ષણ કરતા પોલીસ કમિશનર દ્વારા રેકોર્ડ બ્રેક કામગીરી બદલ, નાયબ પોલીસ કમિશનર, પીઆઇ સહિત આખી ટીમની પીઠ થાબડી

રાજકોટ, તા.,૧૯: દેશના ઇતિહાસના મોટા ફ્રોડ પૈકીના એક એને ગુજરાતના ઇતિહાસના સહુથી મોટા ફ્રોડ કે જેમાં મૂળ સૌરાષ્ટ્રના ૭ લોકો સહિત બેંકના ૮ અધિકારીઓની સંડોવણી જાહેર થયેલ તેવા સુરતને હચમચાવી મૂકનાર ચકચારી ફ્રોડ પ્રકરણમાં પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા લોકોની આ રકમ બાબતે કોઈ કાનૂની કચાસ ન રહે તે રીતે કાયદે આઝમોં સાથે ચર્ચા વિચારણા કરી તેમના તથા તત્કાલીન ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શન મુજબ ચાર્જશીટ તૈયાર કરાવતા જે દોઢ લાખ પેજનું થયાનું સુરત ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન દેસાઈ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.
૧૫૫૦ કરોડના સાયબર ફ્રોડમાં આરબીએલ બેન્કના ૮ અધિકારીઓની ધરપકડ કરાઈ છે. રૂપિયા સગેવગે કરવા વપરાયેલા આરબીએલ બેન્કના ૮૯ એકાઉન્ટની તપાસમાં કર્મચારીઓની
સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. પુરતી ખાતરી તપાસ વિના કરંટ એકાઉન્ટ ખોલવા માટે ૨૫ હજારથી ૨.૫૦ લાખ સુધી રૂપિયા અપાતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એરિયા હેડ અમિત ગુપ્તા, OSDM અરૂણ ઘોઘારી, નરેશ માનાણી, કલ્પેશ કથિરીયા, ગોટી, કલ્પેશ કાકડીયા, આશિષ ઘડીયા અને અનિલ જાનીની ધરપકડ કરવામાં આવી છે. RBL બેંકના ૮૯ એકાઉન્ટમાંથી માત્ર ૬ મહિનામાં ૧,૪૫૫ કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સાયબર ફ્રોડની ફરિયાદો મળતા પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતા બેંક એકાઉન્ટ ખોલવા કહો કે રિએક્ટિવ કરવામાં પણ આ નેન્સી ચાવીરૂપ ભૂમિકા ભજવતી હતી. ઉધના પોલીસે ૨૮ મે, ૨૦૨૫ના રોજ ઉધના ત્રણ રસ્તા પાસેથી રાહુલ રાહુલ નામના પકડ્યો હતો તેની પાસેથી કેટલાક શંકાસ્પદ ડોકયુમેન્ટ અને સિક્કા મળ્યા હતા જેમાં આખું રેકેટ બહાર આવ્યું હતું. સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીસીપી ભગીરથ ગઢવીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, કરંટ એકાઉન્ટ ખોલવામાં જો કોઈ પ્રક્રિયામાં ખામી કે ભૂલ આવતી, તો આ બેંક કર્મચારીઓ સામેથી મુખ્ય આરોપીઓને તેનું નિદાન આપતા હતા અને તેમની પાસેથી સુધારા કરાવી લેતા હતા.
એકાઉન્ટ સંપૂર્ણ થયા પછી તેની સંપૂર્ણ વિગતો પણ તેઓ આરોપીઓને પૂરી પાડતા હતા. મુખ્ય આરોપીઓ, જેમાં કિરાત જાદવાણી, દિવ્યેશ અને વળંદાનો સમાવેશ થાય છે, તેઓ બેંક કર્મચારીઓ સાથે નિયમિતપણે ચેટ દ્વારા સંપર્કમાં રહેતા હતા.
આ ચેટ્સમાં તેઓ દસ્તાવેજોની આપ-લે કરતા,ડીસીપી ભગીરથ ગઢવીએ વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં ૧૬૪ બેંક એકાઉન્ટ અને - ૧૫૫૦ કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. મની ટ્રેલના ઇન્વેસ્ટિગેશન માટે ફાયનાન્સિયલ એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે. આ તપાસમાં ૫૦ લાખથી વધુ સેવિગ એકાઉન્ટનો - અંદરોઅંદર ટ્રાન્ઝેક્શન થયા યુનિટ પણ કાર્યરત છે અને પોલીસને વધુ ખુલાસા મળવાનીખુલાસાઓ થવાની સંભાવના મળતા પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતા બેંક એકાઉન્ટ ખોલવા કહો કે રિએક્ટિવ કરવામાં પણ આ નેન્સી ચાવીરૂપ ભૂમિકા ભજવતી હતી. ઉધના પોલીસે ૨૮ મે, ૨૦૨૫ના રોજ ઉધના ત્રણ રસ્તા પાસેથી રાહુલ નામના યુવકને પકડ્યો હતો તેની પાસેથી કેટલાક શંકાસ્પદ ડોકયુમેન્ટ અને સિક્કા મળ્યા હતા જેમાં આખું રેકેટ બહાર આવ્યું હતું. સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા ૮ આરોપીઓમાંથી મુળ ૭ સૌરાષ્ટ્ર સાથેના કનેકશન ધરાવે છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
