News of Tuesday, 19th August 2025
અમદાવાદમાં ઍકસ આર્મી મેન વિફર્યાઃ ૩૦ મિનિટનું અલ્ટીમેટમ

ઍકસઆર્મી મેનો દ્વારા પડતર માગણીઓને લઇ ચાલી રહેલ ઓપરેશન અનામત આંદોલનનો આજે ૨૩મો દિવસ છે. તે દરમિયાન સવારે પૂર્વ સૈનિકોની બોચી પકડી અટકાયત થતાં ભારે રોષઃ ૫૦ની અટકાયત કરી છે. મહારેલીનો કોઇ પરમીશન નહોતી અપાયેલ છતાં કાઢતા આ અટકો થયેલ. અત્યારે બપોરે ૨ા વાગે ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તા રોકી લેતાં ઓફિસરો-પોલીસ કાફલો દોડી ગયો છે. દરમિયાન સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી જિતેન્દ્ર નિમાવતને ૩૦ મિનિટમાં છોડવા અલ્ટીમેટ અપાયેલ છે. મામલો બીચકયો છે. જેટલા પૂર્વ સૈનિકોની અટક થઇ છે. તે બધાને છોડી મૂકવા માંગણી થઇ છે. આંદોલન ચાલુ જ રહેશે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
