<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સરપંચે આંગણવાડીની મહિલા કર્મચારીને બિભત્સ ઈશારા કરીને છેડતી કરી

રાજુલાના સાજણાવાવ ગામની ઘટનાઃગામમાં લોકોના નેતા તરીકે ચૂંટાઈ આવનાર સરપંચ સામે છેડતીની ફરિયાદ થતાં અનેક સવાલો ઉભા થયાં છે

રાજુલા, તા.૧૯

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી એ વાત હવે ખરા અર્થમા સાબિત થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજુલાના સાજણાવાવ ગામના સરપંચ સામે આંગણવાડીની મહિલા કર્મચારીએ છેડતીની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજુલાના સાજણાવાવ ગામના સરપંચ પોપટ જોગરણા દ્વારા આંગણવાડીની મહિલા કર્મચારી સામે બિભત્સ ઈશારા કરી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. આંગણવાડીની મહિલાએ સરપંચ સામે છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરપંચ સામે છેડતીની ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામમાં લોકોના નેતા તરીકે ચૂંટાઈ આવનાર સરપંચ સામે છેડતીની ફરિયાદ થતાં અનેક સવાલો ઉભા થયાં છે.

તાજેતરમાં આંગણવાડીની મહિલાઓને ન્યૂડકોલ કરીને હેરાનગતિ કરવાનો મામલો સામે આવ્યો હતો. હવે રાજુલાના સાજણાવાવ ગામના સરપંચ પોપટ જોગારાણા સામે આંગણવાડીની મહિલા કર્મચારીએ બિભત્સ ઈશારા કરીને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે મહિલાની ફરિયાદને આધારે સરપંચ પોપટની ધરપકડ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

(9:49 PM IST)