<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂનીનાં એંધાણ :પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે રાત્રે અચાનક સિનિયર નેતાઓને મળ્યા : અનેકવિધ અટકળ

ગુજરાત ભાજપના પ્રભારીની ઉડતી અચાનક મુલાકાતથી રાજકીય ગરમાવો: મુખ્યમંત્રી સહિત ભાજપના કેટલાક સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી

ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યા છે,  ભાજપને લઈ સૂત્રોના હવાલેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યાનુસાર, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે મોડી રાત્રે અચાનક ગુજરાતની મુલાકાત લીધી હતી. 

  સૂત્રોના મુજબ મુખ્યમંત્રી સહિત ભાજપના કેટલાક સિનિયર નેતાઓ સાથે ભુપેન્દ્ર યાદવે મુલાકાત કરી હતી. ગુજરાત ભાજપના પ્રભારીની ઉડતી અચાનક મુલાકાતથી રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત પહેલા, ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતને ભાજપના વર્તુળોમાં ઘણી સૂચક માનવામાં આવી રહી છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે

(9:52 PM IST)