<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રાજપીપળા સહીત નર્મદામાં જીપોના છાપરે મુસાફરો બેસાડી જોખમી મુસાફરી છતાં કોઈ રોકટોક નહી..!!

પોલીસ કે આરટીઓ ની રહેમ નજર હેઠળ ચાલતી ખાનગી જીપોમાં શું નિયમોનું પાલન કરાય છે...? કેમ આ લોકો બેફામ બન્યા છે...?

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં ખાનગી જીપો ના છાપરે મુસાફરો બેસાડી તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા આ વાહનોના માલિકોને કોઈ રોકનાર નથી એનું કારણ કદાચ હપ્તાની બોલબાલા હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.કેમકે એમની સામે લગભગ ક્યારેય કાયદાનો કોયડો વીંઝાયો જોવા મળ્યો નથી ત્યારે તંત્ર રહેમ નજર હેઠળ ચાલતા આ વાહનોમાં શું નિયમનું પાલન થાય છે ખરું...? તંત્ર એના ફાયદા માટે આંખ આડા કાન કરી બહેરું અને આંધળું બની જાય છે.?

જૂની સિવિલ હોસ્પિટલ,જૂની જેલ નજીકથી ઉપડતી ખાનગી જીપોમાં આડેધડ મુસાફરો બેસાડી ફેરા મરાતાં હોય જેમાં કેટલીક જીપોના તો છાપરે પણ મુસાફરો બેસાડી જોખમી મુસાફરી થતી હોવા છતાં તંત્ર જાણે આંખે પાટા બાંધી ચૂપચાપ તમાશો જોઈ રહ્યું છે.તો અન્ય વાહનો પર કાયદાનો કોયડો વીંજતું તંત્ર આ ઓવરલોડ વાહનો સામે કેમ લાલ આંખ કરવામાં ખચકાટ અનુભવે છે.? શુ આ તેમના કમાઉ દીકરા છે.? શું આવા વાહનોના દસ્તેવેજોની નિયમ મુજબ સમયાંતરે તપાસ કરાય છે...? પોલીસ અને આરટીઓ આ બાબતે કાયદાનો કડક અમલ કરે એ જરૂરી છે.

(12:04 AM IST)