News of Wednesday, 20th August 2025
સુરતના પીપલોદમાં શ્વાનને બિસ્કીટ ખવડાવવાના મુદ્દે, ફેશન ડિઝાઈનરને માર માર્યો
તમે શ્વાનને કેમ ખવડાવો છો?” કહીને ઝઘડો કર્યો હતો. ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો હોવાનો આરોપ

સુરતના પીપલોદમાં ફેશન ડિઝાઇનર પર હુમલો કર્યાનો આરોપ. સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવાથી બિલ્ડિંગમાં ઝઘડો થયો હતો. પીપલોદના પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની. 37 વર્ષની દામીનીદાસ કિર્તનદાસ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. કૌશિકભાઈ પટેલ, પત્ની દર્શનાબેન અને દીકરી નિકતીએ હુમલો કર્યાનો આરોપ. તમે શ્વાનને કેમ ખવડાવો છો?” કહીને ઝઘડો કર્યો હતો. ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો હોવાનો આરોપ. મારથી દામીનીદાસના મોઢામાંથી લોહી નીકળ્યું. 17 ઓગસ્ટે દામીનીદાસે ત્રણેય સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
