તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 20th August 2025
કેટરર્સ સંચાલકની હાથ-પગ બાંધી હત્યા

ભરૂચ: ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. કેટરિંગનો વ્યવસાય કરતા રાજસ્થાની મૂળના પ્રકાશ માલી (શ્રી રામદેવ પીર કેટરર્સ)ની અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે ગળે ટૂંપો આપીને નિર્મમ હત્યા કરી નાખી છે. તેમનો મૃતદેહ તેમના જ મકાન B-13 માંથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
