<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટમાં રેસલિંગ સ્‍પર્ધામાં દારાસિંહ થયા હતા વિજેતાઃ ઉજાગરસિંઘ ખેતાન : રૂશ્‍તમ-એ-હિંદ દારાસિંહનો રાજકોટ સાથે પણ અતૂટ નાતો : * વર્ષ ૧૯૫૮-૫૯માં અમદાવાદમાં કાંકરિયા ખાતે યોજાયેલી રેસલિંગ ચેમ્‍પિયનશીપમાં દારાસિંહે પણ ભાગ લીધો હતો. * દારાસિંહ ક્‍યારેય બહારનું જમતા નહીં પણ ઉજાગરસિંઘજીએ આગ્રહ કરતા અમદાવાદમાં તેમના ઘરે જમવા ગયા... અને એ પણ ત્રણ દિવસ * દારાસિંહના ઉજાગરસિંઘ પરિવાર સાથે લાગણીના સંબંધો બંધાય ગયા. * વર્ષ ૧૯૭૧માં રાજકોટ યોજાયેલ રેસલિંગમાં દારાસિંહ ઉપરાંત તેમનો નાનો ભાઈ રંધાવા, રાજકોટના જ મૂળ રહીશ હરક્‍યુલસ એટલે કે દાઉદ, બિલ કેલોડ્રિક, બિગ બિલ વર્ના સહિતના કુસ્‍તિબાજો પણ હતા * મુંબઇમાં દારાસિંહના ઘરમાં પણ લંગર ચાલતું અને દરેક માટે ભોજન પ્રસાદ મળતો છ આનામાં ભાડે કરેલી પેદલ રીક્ષા'માં બેસી સરળ સ્‍વભાવના દારાસિંહ તેમની સાથે તેમના ઘરે ગયા. દારાસિંહ સાથે ઉજાગરસિંઘનો પરિવાર દારાસિંહ સાથે ભોજન લેતા ઉજાગરસિંઘ3:50 PM IST

બઢતી માટે હકદાર રાજુ ભાર્ગવના ઓર્ડર સિવાય અગાઉ થયેલ ઓર્ડરની બહાલી સિવાય , આ ઓર્ડરમાં બીજું કશું નવીન નથી : ચર્ચા હતી મહિનાઓ થયા પોસ્‍ટિંગ વગર ઘર બેસેલા સિનિયર IPS ના પોસ્‍ટિંગની , કોથળામાંથી બિલાડું નિકળ્‍યું : ડ્રગ્‍સ, દારૂ અને કાયદો વ્‍યવસ્‍થા મુદ્દે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એક થયા, સમર્થન વધતા હવે નવા પોસ્‍ટિંગની રણનીતિ માટે વિશ્વાસુ સિનિયર IPS કોર ગ્રુપ ફરી એક્‍ટિવ કરવાની ચર્ચાઓ : જુનિયર ips નું ભણતર પૂરું થતા (ASP) ને ખાલી જગ્‍યાએ પોસ્‍ટિંગ આપ્‍યું, સમય પાકી ગયો છે તેવા સિનિયર IPS માટે અનિર્ણિત, હવે માસંતે નિવળત થતા મુખ્‍ય પોલીસ વડાના સ્‍થાને મૂકવાનો નવા પોલીસ વડા સાથે નિર્ણય..?11:18 AM IST

સાવધાન...ડ્રગ્‍સ અને ગાંજો એરપોર્ટના સ્‍કેનરમાં પણ ન ઝડપાય તેવી અદભુત ટેકનીક વિશે ધડાકો : ૧ કરોડ ૪૧ લાખથી વધુના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલ ઇન્‍ટરનેશનલ ડ્રગ્‍સ પેડલરની જાદુઈ બેગ, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાની તર્કશક્‍તિ અને શંકા આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉતર્યા અને ફરી બેગ ખુલતા સહુની આંખો આશ્‍ચર્યથી પહોળી બની... : સુરતના જોઇન્‍ટ પોલીસ કમિશનર રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી ટીમના પીઆઇ એસ એન. પરમારે અને જે.જી.પટેલે ખાસ કારીગર બોલાવી બેગ ખોલાવી.. અને...? અને એ બેગમાંથી કાર્બનની મદદથી સ્‍કેનર ન સ્‍કેન કરી શકે તેવો ઇન્‍ટરનેશનલ લેવલે જેની અધ ધ ધ રકમ છે, તેવો પ્રતિબંધિત ગાંજો નીકળી પડ્‍યો...3:17 PM IST

ધર્મેન્‍દ્ર સર્વશ્રેષ્ઠ કલાકારની સાથે બહુ ઉમદા વ્‍યક્‍તિ હતા ઉજાગરસિંઘ ખેતાન : ધરમપાજી ખુબજ ધાર્મિક સ્‍વભાવના હતા. જ્‍યારે તક મળતી ત્‍યારે ગુરૂદ્વારા સાહિબ પણ જતા : રાજકોટના શીખ પરિવારના ઉજાગરસિંઘ ખેતાન કે જેઓ હાલ ૯૧ વર્ષના છે તેઓને ધર્મેન્‍દ્ર દેઓલ સાથે ઘર જેવો સંબંધ બંધાઇ ગયો હતો : ધર્મેન્‍દ્ર મૂળ શીખ પરિવારમાંથી આવતા હતા એટલે એમના ઘરે લંગર લાગતું જેથી દરેક વ્‍યકિતને તેનો અચૂક લાભ મળતો. : અવાર નવાર ઉજાગરસિંઘ તેમના પુત્ર પાસે મુંબઇ જતા ત્‍યારે ધર્મેન્‍દ્રને અચૂક મળતા રાજકોટમાં ફિલ્‍મ અપનેના શૂટીંગ વખતે ધરમપાજી સાથે ઉજાગરસિંઘની મુલાકાત થઇ અને એ મિત્રતા જીવનભર રહી ધર્મેન્‍દ્ર સાથે ઉજાગરસિંઘ તથા તેમના પૌત્ર અમનવિરસિંઘ (પન્‍નીપાજી) તસ્‍વીરમાં નજરે પડે છે.2:31 PM IST