<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મહેસાણાના કડીની સિલ્વર પર્લ હોટલમાં થયા હતા બાળ લગ્ન :સગીરાએ 18 વર્ષ પૂરા કર્યા બાદ નોંધાવી ફરિયાદ

લગ્ન બાદ યુવકે સગીરાને સ્પર્શ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ: લગ્ન કરનાર યુવક સહિત 5 વિરુદ્ધ ફરિયાદ

મહેસાણાના કડીની સિલ્વર પર્લ હોટલમાં બાળ લગ્નની ઘટના સામે આવી છે. કડીની હોટલમાં ગત 26 મે ના રોજ બાળ લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવકે સગીરાને સ્પર્શ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાએ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સગીરા એ, 18 વર્ષ 27 દિવસ પૂરા થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન કરનાર યુવક સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં . હીનાબેન, મહેન્દ્રભાઈ, ચિરાગ, જશવંતલાલ અને વર્ષાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(7:10 PM IST)