<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ગુજરાતના દરિયામાં માછીમારી કરવા પર 23 ઓગસ્ટ સુધી પ્રતિબંધ: તમામ બોટને પરત ફરવા માટે સૂચના

વેરાવળ, પોરબંદર, જાફરાબાદ, જામનગર, વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, રાજકોટ, કચ્છ (ભૂજ), માંગરોળ, ઓખા, ભરૂચ અને મોરબી સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ અમલમાં

અમદાવાદ : ગુજરાતના દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ બોટને પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. વરસાદી માહોલ અને હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. સુરક્ષા હેતુસર ફિશરીઝ વિભાગ દ્વારા દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિભાગની સૂચના મુજબ 23મી ઓગસ્ટ સુધી નવા ટોકન આપવામાં આવશે નહીં. એટલે કે, આ સમયગાળામાં કોઈ પણ માછીમાર દરિયામાં જઈ શકશે નહીં. હાલમાં જ દરિયામાં ગયેલી તમામ બોટોને તાત્કાલિક પરત ફરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તંત્રએ માછીમારોને અપીલ કરી છે કે તેઓ સલામતી જાળવે અને જાહેર કરાયેલા નિયમોનું કડક પાલન કરે. પ્રતિબંધ લાગુ પડેલા વિસ્તારોમાં વેરાવળ, પોરબંદર, જાફરાબાદ, જામનગર, વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, રાજકોટ, કચ્છ (ભૂજ), માંગરોળ, ઓખા, ભરૂચ અને મોરબી સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ અમલમાં રહેશે.

 

(7:16 PM IST)