<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

( ભરત શાહ દ્વારા )નર્મદા : ભારતમાં સ્વાતંત્ર દિવસ એટલે કે 15મી ઓગસ્ટ એ ફક્ત રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો દિવસ નથી પરંતુ આ દિવસે દરેકના હૃદયમાં દેશ પ્રેમ છલકાય છે. આ સ્વાતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત શ્રી રત્ન સિંહજી  મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે 14/0 8 /2025 ના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજમાંથી કુલ 9  જેટલી ટીમ એટલે કે 26 જેટલી વિદ્યાર્થીનીઓએ પોતાના કુશળ હાથે ધરતી પર રંગોનું અદ્ભુત ચિત્રણ કર્યું. આ સ્પર્ધામાં અલગ અલગ ટીમો દ્વારા અશોક ચક્રનું ગૌરવ, સ્વાતંત્ર દિવસની શુભેચ્છાઓ તથા અશોક સ્તંભ ની ભવ્યતા પોતાની  કલાત્મક કુશળતા તથા રંગોળી દ્વારા જીવંત બનાવી હતી,

   સ્પર્ધામાં નિરીક્ષક તથા નિર્ણાયક કોલેજના આચાર્ય ડોક્ટર હિતેશ ગાંધી, પ્રાધ્યાપિકા હીનાબેન માલી તથા પ્રાધ્યાપિકા ક્રિષ્નાબેન પટેલ એ ભૂમિકા ભજવી હતી મૂલ્યાંકન માટે રંગોની મેળવણી, સ્વચ્છતા, વિષયની અનુરૂપતા વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. વિજેતા તરીકે પ્રથમ નંબર ત્રીજા વર્ષની વિદ્યાર્થીઓની ટીમ તડવી તોરલ, તડવી જાગૃતિ ,તથા તડવી સોનલ, દ્વિતીય નંબર બીજા વર્ષની વિદ્યાર્થીઓની ટીમ બારીયા જલ્પા ,શિનોરા માનસી, બારીયા શ્વેતા તથા તૃતીય નંબર ત્રીજા વર્ષની વિદ્યાર્થીઓની ટીમ તડવી હનિષા, વસાવા મોહિની તથા વસાવા રોશનીને આપવામાં આવ્યો હતો.

(10:45 PM IST)