<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા એક ભક્તનું હાર્ટ એટેકના કારણે નિધન

ઊંઝાના શારદાબેન પોતાના પરિવાર સાથે અંબાજી દર્શને આવ્યા: મંદિરના શક્તિ દ્વાર પાસે ચાલતા ચાલતા અચાનક ઢળી પડ્યા

અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા એક ભક્તનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ઊંઝાના શારદાબેન પોતાના પરિવાર સાથે અંબાજી દર્શને આવ્યા હતા. મંદિરના શક્તિ દ્વાર પાસે ચાલતા ચાલતા તેઓ અચાનક ઢળી પડ્યા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

(11:56 PM IST)