<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રાજયના 192 તાલુકામાં વરસાદ: સૌથી વધારે મેંદરડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો : કેશોદમાં 11 ઈંચ, વંથલી અને પોરબંદરમાં 10-10 ઈંચ વરસાદ

ગણદેવીમાં 9 ઈંચ અને માણાવદરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો: અન્ય 10 તાલુકામાં 5 ઈંચથી 7 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

અમદાવાદ :હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તરોમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે 20 ઓગસ્ટના રોજ ગુજરાતમાં 192 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં રાજ્યના 192 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે જુનાગઢના મેંદરડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. કેશોદમાં 11 ઈંચ, વંથલી, પોરબંદરમાં 10-10 ઈંચ વરસાદ, ગણદેવીમાં 9 ઈંચ અને માણાવદરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય 10 તાલુકામાં 5 ઈંચથી 7 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા અનેક જળાશયો છલકાયા છે. ભારે વરસાદને કારણે ખેતીના પાકને નવજીવન મળતા ખેડૂતો ખુશખૂશાલ જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, ગુજરાતના 175 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યું છે. જેમાં સૌથી વધારે જુનાગઢના મેંદરડામાં 13 ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદમાં 11 ઈંચ, વંથલી, પોરબંદરમાં 10-10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગણદેવીમાં 9 ઈંચ અને માણાવદરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 10 તાલુકામાં 5 ઈંચથી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબકતા અનેક શહેરો બેટમાં ફેરવાયા છે

રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 165 તાલુકામાં વરસાદ: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે જુનાગઢના મેંદરડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. કેશોદમાં 11 ઈંચ, વંથલી, પોરબંદરમાં 10 ઈંચ વરસાદ, ગણદેવીમાં 9 ઈંચ અને માણાવદરમાં 8 ઈંચ વરસાદ, અન્ય 20 તાલુકામાં 3 ઈંચથી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં બપોરના 4 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના 143 તાલુકામાં વરસાદ મેઘ મહેર થઇ છે. સૌથી વધારે જુનાગઢના મેંદરડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. કેશોદમાં 11 ઈંચ, વંથલી અને પોરબંદરમાં 10-10 ઈંચ વરસાદ નોંધાયો છે. ગણદેવી અને માણાવદરમાં 8-8 ઈંચ વરસાદ નોંધાયો છે. 20 તાલુકામાં 3 ઈંચથી 6 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 123 તાલુકામાં વરસાદ: સૌરાષ્ટ્રમાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 12.8 ઇંચ વરસાદ, કેશોદમાં 10.71 ઇંચ, વંથલીમાં 10.16 ઇંચ વરસાદ, પોરબંદરમાં 8.46 ઇંચ, માણાવદરમાં 7.68 ઇંચ વરસાદ, ગણદેવીમાં 7.09 ઇંચ, કુતિયાણામાં 6.89 ઇંચ વરસાદ, કપરાડામાં 6.06 ઇંચ, રાણાવાવમાં 5.75 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 110 તાલુકામાં વરસાદ :હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યુ છે. જૂનાગઢના મેંદરડામાં 13 ઈંચ વરસાદ નોંધાયો છે. વંથલીમાં 10 ઈંચ વરસાદ, કેશોદમાં 10 ઈંચ વરસાદ, કુતિયાણામાં સાડા 5 ઈંચ વરસાદ,ભાવનગરના મહુવામાં 5થી વધુ ઈચ વરસાદ,કપરાડા, પોરબંદરમાં સાડા 4 ઈંચથી વધુ વરસાદ,માણાવદર, તાલાલામાં સાડા 4 ઈંચથી વધુ વરસાદ, માંગરોળમાં સાડા 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

(12:21 AM IST)