<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા : જેમાં ઈરાનના નવા ચીફ ઓફ સ્‍ટાફ અલી શાદમાની સહિત ઘણા વરિષ્‍ઠ સૈન્‍ય અધિકારીઓ માર્યા ગયાનો દાવો : ઈરાનમાં રાજકીય ઉથલપાથલ અને યુદ્ધની સ્‍થિતિ : વૈશ્વિક રાજકારણમાં નવો વળાંકઃ અમેરિકાએ ખુલ્લમ ખુલ્લા કહ્યું કે ઈરાનના સુપ્રિમ લીડર ક્‍યાં છુપાયા છે તે અમને ખબર છે, સરળ લક્ષ્ય છે, પરંતુ હમણાં કશું જ કરશું નહીં :ઈરાનની રાજધાની તેહરાનમાં લોકો શહેર છોડી ભાગી રહ્યા છે : ઐતિહાસિક ગ્રાન્‍ડ બજાર બંધ થઈ ગયું : ઈરાને ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોને અમેરિકા દ્વારા ઈઝરાયેલ પર યુદ્ધવિરામ માટે દબાણ કરવા વિનંતી કરી : હજુ સુધી કોઈ પરિણામ મળ્‍યું નથી :અમેરિકાનો ઈરાનના આકાશ પર પૂર્ણ નિયંત્રણનો દાવો : અમેરિકી ટેકનોલોજી સામે ઈરાન ટકી શકે તેમ નથી : અમેરિકા અદ્વિતીય છે : ડોનાલ્‍ડ ટ્રમ્‍પ : ઈરાનની સરહદો પાકિસ્‍તાન, તુર્કી, અઝરબૈજાન, ઈરાક, આર્મેનિયા, તુર્કમેનિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન સાથે જોડાયેલી છે : આ તમામ ઇસ્‍લામિક દેશો હોવા છતાં, કોઈએ ઈરાનને લશ્‍કરી મદદ આપી નથી : મોટાભાગના દેશોએ ઈરાન સાથેની સરહદો બંધ કરી દીધી, જે ઈરાન માટે મોટો આંચકો4:02 PM IST

અમદાવાદ પ્લેન દુર્ઘટના: સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : દુર્ઘટનાના ઇજાગ્રસ્તોના જીવ બચાવવા સિવિલ હોસ્પિટલ તંત્રએ “ગોલ્ડન અવર્સ” માં સરાહનીય કામગીરી કરી:મંત્રી: જે પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે તેમને મૃતદેહ સમયસર આપવા આરોગ્યકર્મીઓ, પોલીસ જવાનો સહિત અન્ય કર્મયોગીઓ ખડેપગે: ગોલ્ડન અવર્સમાં જ ૭૧ જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર અપાઈ : જેમાંથી ફક્ત ૦૩ ના મૃત્યુ થયા: તા. ૧૮ જૂન બપોરે ૩.૨૫ સુધી કુલ ૨૦૬ DNA મેચ થયા, ૧૬૯ મૃતદેહો પરિવારજનોને સોંપાયા: અન્ય ૧૧ મૃતદેહ પણ સન્માનજનક પરિવારને સોંપવામાં આવ્યા6:51 PM IST