News of Thursday, 21st August 2025
સુરતમાં સતત 7માં વર્ષે 100 ટકા વરસાદ : શહેરમાં છેલ્લા 18 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ ખાબક્યો
સૌથી વધુ 5.50 ઈંચ વરસાદ વરાછા ઝોન અને સૌથી ઓછો દોઢ ઈંચ વરસાદ અઠવા ઝોનમાં વરસ્યો

સુરત : વર્તમાન ચોમાસામાં સુરત શહેરમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. સતત 7માં વર્ષે સુરત શહેરમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં છેલ્લા 18 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ 5.50 ઈંચ વરસાદ વરાછા ઝોન અને સૌથી ઓછો દોઢ ઈંચ વરસાદ અઠવા ઝોનમાં વરસ્યો છે. સિઝનને દોઢ મહિનો બાકી તે પહેલા જ 100 % વરસાદ વરસી ગયો છે. વર્ષ 2023ને બાદ કરતા સતત 7મા વર્ષે શહેરમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આ વર્ષે 125 ટકા સુધીનો વરસાદ થવાની સંભાવના છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
