News of Thursday, 21st August 2025
ઉપરવાસમાં વરસાદના કારણે વલસાડ જિલ્લાના 93 જેટલા રસ્તાઓ બંધ કરાયા :નદીઓ બે કાંઠે
વલસાડ તાલુકાના 21 રસ્તા, ધરમપુર તાલુકાના 23, કપરાડા તાલુકાના 27 પારડી તાલુકાના 10 , વાપી ના 5 અને ઉમરગામ તાલુકાના 4 રસ્તાઓ બંધ

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું છે. ઉપરવાસમાં વરસાદના કારણે વલસાડ જિલ્લાના 93 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે થઈ છે. વલસાડ તાલુકાના 21 રસ્તા, ધરમપુર તાલુકાના 23, કપરાડા તાલુકાના 27 પારડી તાલુકાના 10 , વાપી ના 5 અને ઉમરગામ તાલુકાના 4 રસ્તાઓ બંધ છે.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ માલવણ ગામ બેટમાં ફેરવાયું છે. માલવણ ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળ્યાં છે. માલવણ ગામના મુખ્ય રસ્તાઓ પર નદી વહી રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના કિનારે ન જવા અપીલ કરાઈ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
