News of Thursday, 21st August 2025
ભરૂચના અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો મુદ્દે કોંગ્રેસના આગેવાનનો અનોખો વિરોધ :ખાડામાં ભાજપના ઝંડા મૂકી વિરોધ નોંધાવ્યો
રોડ પરના ખાડા એ ભાજપનો વિકાસ હોવાનું કહીને વાહનચાલકો, રાહદારી વગેરેનું ધ્યાને આકર્ષવાનો પ્રયાસ કર્યો

ભરૂચના અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો બાબતે કોંગ્રેસના આગેવાનનો અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના આગેવાન વિનય પટેલે, માર્ગો પર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકી વિરોધ નોંધાવ્યો હતો. રોડ પરના ખાડા એ ભાજપનો વિકાસ હોવાનું કહીને વાહનચાલકો, રાહદારી વગેરેનું ધ્યાને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. ચોમાસાની સીઝનમાં અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
