<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

કોઈ ચમત્‍કાર નહિ થાય તો ગુજરાતમાં હેલ્‍મેટ કાયદાનો પોલીસ દ્રઢતાપૂર્વક અમલ કરાવશે

સંસ્‍કારી નગરીથી પ્રારંભ મુખ્‍ય પોલીસ વડા વડોદરા પોહચી વિશાળ માર્ગ સુરક્ષા રેલીમાં પોલીસ કમિશનર સાથે જોડાયા, એસઆરપી, પોલીસ, હોમગાર્ડ, વિવિધ સંસ્‍થાઓ પણ જોડાઈ,લોકોને જાતે હેલ્‍મેટ પહેરાવી શપથ પણ પોલીસ મહાનિર્દેશક દ્વારા લેવડાવવા સાથે ગુજરાતના લોકોને સંદેશો પણ પાઠવ્‍યો.. એક જ લીટીમાં કહેવું હોય તો આનો સીધો અને સ્‍પષ્ટ સંકેત છે કે વડોદરામાં આખા ગુજરાતની કાયદો વ્‍યવસ્‍થાનું સુપરવિઝન સંભાળી ચૂકેલા, નિયમોના ચુસ્‍ત આગ્રહી, એવા મુખ્‍ય પોલીસ વડા સાથે સંકલન જાળવવા માટે જાણીતા નરસિંહમાં કોમાર જેવા ips હોવાથી રાજ્‍યમાં આ પહેલ વડોદરાથી કરી, ક્રમશઃ આખા રાજ્‍યમાં જાગળતિ અભિયાન માટે રણનીતિ ઘડવામાં આવી છે

રાજકોટ, તા.૨૧: હાઈકોર્ટેના આદેશથી ગુજરાતમાં હેલ્‍મેટનો ચુસ્‍ત અમલ કરવા પોલીસ તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી, ખુદ રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય આ પ્રશ્‍ને તંત્ર મક્કમ હોવાનો અણસાર આપવા વડોદરા પહોંચ્‍યા હતા.            

ક્રમશ ગુજરાતના તમામ મહાનગરો અને જીલ્લામાં પોતે જાતે અને સિનિયર અધિકારીઓ સાથે પોહચનાર હોવાના આડકતરા નિર્ણયના સંકેત અને તેમની સ્‍પીચ એ સૂચવે છે કે કોઈ ચમત્‍કાર નહિ થાય તો રાજ્‍યના લોકો માટે હેલ્‍મેટ પહેરવી ફરજિયાત બનશે.

સંસ્‍કારી નગરી તરીકે જાણીતા વડોદરાની પસંદગી સહુ પ્રથમ કરવા માટે પણ એક ખાસ રણનીતિ છે. અહીં પોલીસ કમિશનર પદે કાયદો વ્‍યવસ્‍થાના ચુસ્‍ત આગ્રહી સ્‍વચ્‍છ છબી સાથે સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા ભૂતકાળમાં આખા રાજ્‍યની કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કંટ્રોલ કરનારા સિનિયર IPS નરસિંહમાં કોમાર છે. અને મુખ્‍ય પોલીસ વડા સાથે સંકલન જાળવી કાયદાનું અમલીકરણ કરવા માટે જાણીતા છે. વડોદરામાં વિકાસ સહાયના સૂચનથી પોલીસ કમિશનર દ્વ્રારા એક વિશાળ માર્ગ સુરક્ષા રેલી યોજાયેલ. જેમાં પોલીસ, હોમગાર્ડ અને વિવિધ સંસ્‍થાના લોકો ટ્રાફિક નિયમન અને હેલ્‍મેટ પ્રશ્‍ને જાગળતિ દર્શાવતા પ્‍લેબોર્ડ સાથે વિશાળ સંખ્‍યામાં જોડાયેલ.

મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય કહે છે કે માત્ર હેલ્‍મેટ અમલ નહિ, લોકોએ રસ્‍તા પર વાહન ચલાવતી વખતે સિવિક સેન્‍સ જે રીતે જળવાવી જોઈએ, જેનો અભાવ હોવાનું દુઃખ વ્‍યક્‍ત કરેલ. (જાણકારોના મતે સિગ્નલ બંધ હોય ત્‍યારે શાંતિથી પટ્ટા પાસે ઊભા રહેવાના બદલે આગળ વાહન રાખવા, સામેનું વાહન પસાર થવાનું હોય તે માટે વ્‍યવસ્‍થીત જગ્‍યા ન આપવી, જે બાજુ સિગ્નલ બંધ હોય ત્‍યારે જમણી તરફ વળવા માટે જગ્‍યા આપવાના બદલે ત્‍યાં સુધી વાહન રાખવા. સિગ્નલોનો ભંગ, આડેધડ વાહન પાર્ક કરવા, વન વે મા ઘૂસી જવું, જેવી બાબતો) ના અમલમાં બેદરકારી દાખવવી.

મુખ્‍ય પોલીસ વડા અને કમિશનર દ્વારા લોકોને જાતે હેલ્‍મેટ પહેરાવી અને હેલ્‍મેટ પહેરવાના શપથ પણ લેવડાવ્‍યા  હતા. નિયમો પાળીએ જેવી બચાવીએ. બેદરકારી હરશે, જિંદગી જીતશે સહિતના જાગળતિ પ્‍લેકાર્ડ આકર્ષણરૂપ બનેલ છે.  વિકાસ સહાય કહે છે કે જે રીતે માર્ગ અકસ્‍માતમાં મળત્‍યનો આંક વધ્‍યો છે તે ખૂબ ચિંતાજનક છે. આ આખી કવાયત જોતા અને રાજ્‍યભરમાં યોજાનારા જાગળતિ કાર્યક્રમો અંગે ટૂંકમાં કહેવું હોય તો હેલ્‍મેટ કાયદાનું ચમત્‍કાર ન થાય તો માત્ર હાઈવે જ નહિ, શહેરની હદમાં પણ ચુસ્‍તતાપૂર્વક અમલ થશે.

(2:31 PM IST)